વિશ્વની જાણીતી ટેક કંપની માઈક્રોસોફટના માલિકીની સોશિયલ મિડિયા કંપની લિંક્ડઈન દ્વારા 716 કર્મચારીઓની છટણીનું એલાન કરાયું છે. આ સાથે જ કંપનીએ ચીન કેન્દ્રિત જોબ એપ્લિકેશનને પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ હવે લિંક્ડઈનનું નામ પણ માઈક્રોસોફ્ટ, ગૂગલ, ટેસલા જેવી કંપનીઓમાં સમાવઈ ચૂક્યું છે જેઓ પોતાના કર્મચારીઓની છટણી કરશે.
અમેરિકન કંપની લિંક્ડઈનના આ નિર્ણયથી વૈશ્વિક સ્તર પર મોટી અસરો થશે. ઉલ્લેખનીય છે કે લિંક્ડઈનમાં વિશ્વભરમાં 20 હજાર કર્મચારી કામ કરે છે.
કંપનીના સીઈઓ રેયાન રોસ્લાન્સ્કીય કહે છે કે, છટણી સેલ્સ, ઓપરેશન અને સપોર્ટ સ્ટાફમાં થઈ છે. તેનો ઉદ્દેશ્ય કંપનીની કામગીરીને મજબૂત અને ઝડપી નિર્ણય લેનાર બનાવવાનો છે. માર્કેટ અને કસ્ટમર ડિમાન્ડમાં વધતો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. વિકાસશીલ અને ગ્રોથ માર્કેટમાં નોંધપાત્ર અસરો જોવા મળી રહી છે. આ કારણોસર અમે વધુ વેન્ડર્સનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
તમને જણાવી દઈએ કે કંપની એડ સેલ્સ અને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન દ્વારા આવક કમાય છે. તેનો ઉપયોગ કંપનીઓ દ્વારા યોગ્ય કર્મચારીઓ અને કાર્યકારી વ્યાવસાયિકો પોતાના માટે યોગ્ય નોકરી શોધવા માટે કરે છે.
ઉલ્લેખનીય છે કે ટેક સેક્ટરમાં સતત છટણીનો દૌર ચાલી રહ્યો છે. ગૂગલ, ટ્વિટર, મેટા, માઈક્રોસોફ્ટ અને સ્નેપચેટ જેવી મોટી ટેક કંપનીઓ છટણી કરી ચૂકી છે.
Advertisement