Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઓટોરિક્ષાના ભાડામાં વધારો થશે, નિયમ 5મી નવેમ્બર નૂતન વર્ષથી લાગુ

ઓટોરિક્ષાના ભાડામાં વધારો થશે, નિયમ 5મી નવેમ્બર નૂતન વર્ષથી લાગુ

0
58
  • ન્યુનત્તમ ભાડું રૂપિયા 15 વધારીને 18 કરાયુ

  • પ્રતિ કિ.મી ભાડું હાલમાં રૂપિયા 10થી વધારીને રૂ. 13 કરાયુ

  • વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂ. 1થી વધારીને એક મિનિટના રૂ.1 કરાય

ગાંધીનગર: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના પગલે ઓટોરિક્ષા એસોસિયેશનની રજૂઆતના પગલે ઓટોરિક્ષાના દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા ભાડાના દરો નૂતન વર્ષથી અમલમાં મુકવામાં આવશે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મીદીએ જણાવ્યુ છે કે ઈધણના ભાવોમા વધારો થયો છે જેને પરિણામે ઓટોરીક્ષાના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને આજે એસોશીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ ઉમેર્યુ કે,ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા 15 છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા 18 કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તે જ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા 10 છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા 13 કરવાનું નક્કી કરાયુ છે.

આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા 1 છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા 1 કરવામાં આવેલ છે. આ ભાવ વધારો 5/11/2021થી લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat