Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Auto Expo 2020માં Hyundai Motor India લોન્ચ કરશે Creta અને tusconના નવા વર્જન

Auto Expo 2020માં Hyundai Motor India લોન્ચ કરશે Creta અને tusconના નવા વર્જન

0
868

Hyundai Motor India આગામી ઓટો એક્સપોમાં સંપૂર્ણ નવી Creta અને tuscon અપડેટ વર્જન રજુ કરવા જઈ રહ્યા છે. કંપની ઓટો એક્સપો દરમયિાન ભવિષ્યના ઉત્પાદનો અને તકનીકીની શ્રેણી બતાવશે. Hyundai Motor India Limited (HMIL)એ જણાવ્યું કે, 2020 ના tusconને 5 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે. તે જ સમયે, નવી Creta એક દિવસ બાદ એટલે કે, 6 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે.

કંપની નવી SUV પણ રજૂ કરશે

કંપનીએ કહ્યું કે, એક્સપો દરમિયાન કંપની 13 કારો અને ભવિષ્ય માટે તૈયાર તકનીકનું પ્રદર્શન કરશે. HMIL મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી (CEO) એસ.એસ.કિમે જણાવ્યું હતું કે હ્યુન્ડાઇ ગ્રાહક કેન્દ્રિત સંસ્થા તરીકે તકનીકી તાકાત બતાવશે. સાથે આગામી SUVને પણ લોન્ચ કરશે.

બે વર્ષમાં એકવાર યોજાનાર આ ઈવેન્ટ 5થી 12 ફેબ્રુઆરી સુધી ગ્રેટર નોઈડામાં આયોજન કરવાન કરવામાં આવી છે. કંપનીની યોજના છે કે, ઓટો એક્સ્પો દરમિયાન કંપની કોના ઇલેક્ટ્રિક અને નેક્સો એફસીઇવી પ્રદર્શિત કરશે.

KTMએ ભારતમાં BS6 બાઇકની રેન્જ કરી લોન્ચ, કિંમતમાં કર્યો વધારો