Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઓસ્ટ્રેલિયા બન્યું ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, વોર્નર-ફિંચની મેચ વિનિંગ પાર્ટનરશિપ

ઓસ્ટ્રેલિયા બન્યું ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, વોર્નર-ફિંચની મેચ વિનિંગ પાર્ટનરશિપ

0
54

આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં કીવી ટીમે ધીમી શરૂઆત પછી વિસ્ફોટ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે.

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 15 રનના સ્કોર પર કેપ્ટન ફિંચ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તો બીજી બાજુ ટ્રેંટ બોલ્ટે આ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ NZને પહેલી સફળતા અપાવી હતી. ત્યારપછી મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ઈનિંગ સંભાળી હતી. તેમણે 59 બોલમાં 92 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોકે ત્યારપછી ટ્રેંટ બોલ્ટે વોર્નર (53 રન)ને આઉટ કરી આ જોડી તોડી હતી.

ડેવિડ વોર્નરે ફટકારી અડધી સદી

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર ડેવિડ વોર્નરે આ વિશ્વકપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. વોર્નરે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે પ્રથમ વિકેટ જલદી ગુમાવ્યા બાદ વોર્નરે માર્શ સાથે મળીને બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી પણ કરી હતી. વોર્નર 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 53 રન બનાવી આઉટ થયો હતો.

કેન વિલિયમસને રમી સૌથી મોટી ઈનિંગ

ટી20 વિશ્વકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને દમદાર ઈનિંગ રમી હતી. ફાઇનલ પહેલા ટૂર્નામેન્ટમાં એકપણ અડધી સદી ન ફટકારનાર કેને ફાઇનલ જેવી મોટી મેચમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 170ને પાર કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. કેન વિલિયમસને 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 85 રન ફટકાર્યા હતા. વિલિયમસને ટી20 વિશ્વકપની ફાઇનલમાં સૌથી મોટી ઈનિંગ રમવાના મામલે મોર્લન સેમ્યુલસની બરોબરી કરી લીધી છે. સેમ્યુલસે 2016 ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે અણનમ 85 રન બનાવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat