સ્પોર્ટ્સ ડેસ્ક: બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ માટે ભારત આવેલા ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પરત પોતાના દેશ ફર્યો છે. ઓસ્ટ્રેલિયામાં તેની માતા ગંભીર રીતે બીમાર છે જેને કારણે તે તેમની સાથે કેટલોક સમય વિતાવવા માંગે છે. એવામાં સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સ્મિથ વાઇસ કેપ્ટન પણ હતો. એવામાં તેનું કેપ્ટન બનવાનું નક્કી હતુ.
Advertisement
Advertisement
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ અને 132 રને હરાવ્યું હતું. જ્યારે દિલ્હીમાં ટીમ ઇન્ડિયાએ 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. સીરિઝની ત્રીજી મેચ હવે 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે ઇન્દોરમાં રમાશએ. શરૂઆતની બે ટેસ્ટમાં મળેલી જીત સાથે જ ભારતે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીને પોતાની પાસે રાખી લીધી છે.
સેન્ડ પેપર કાંડ પછી ભારતમાં પ્રથમ વખત સ્મિથ કેપ્ટન્સી કરશે
વર્ષ 2018માં સાઉથ આફ્રિકા પ્રવાસ પર સેન્ડ પેપર ગેટ કાંડ પછી સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરૂદ્ધ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની આગેવાની કરશે. વર્ષ 2018માં બૉલ ટેમ્પરિંગ વિવાદ પછી સ્મિથના ક્રિકેટ રમવા પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જ્યારે કેપ્ટન બનવા પર બે વર્ષનો પ્રતિબંધ હતો.
જોકે, જ્યારે તેનો પ્રતિબંધ ખતમ થયો તો તેને ટીમની કેપ્ટન્સી સોપવામાં આવી નહતી અને તેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે પછી તે માત્ર બે વખત ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પોતાની નેશનલ ટીમ માટે કેપ્ટન્સી કરી છે જેમાં તેને ઓસ્ટ્રેલિયાને મોટા અંતરથી જીત અપાવી હતી.
ભારતના 2017ના પ્રવાસે સ્મિથ કેપ્ટન હતો
ભારત વિરૂદ્ધ કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અંતિમ વખત તે વર્ષ 2017માં ભારત વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરી હતી. આ પ્રવાસમાં તેનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. 2017માં ઓસ્ટ્રેલિયન ટીમે જોકે, સીરિઝમાં 2-1થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેનું પ્રદર્શન જોઇએ તો તે સારૂ રહ્યુ હતુ. સ્ટીવ સ્મિથે આ પ્રવાસમાં 499 રન બનાવ્યા હતા.
Advertisement