સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અભિનવ મુકુંદે અનુમાન લગાવ્યુ છે કે ભારતીય ટીમ આગામી બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાનો દબદબો બનાવી રાખશે અને સાથે જ કહ્યુ કે ઓસ્ટ્રેલિયન ટીમ એક પણ ટેસ્ટ નહી જીતી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.
Advertisement
Advertisement
ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમોએ સીરિઝ શરૂ થયા પહેલા વિવિધ અંદાજમાં ટ્રેનિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ બેંગુલરૂમાં પ્રેક્ટિસ કરી હતી, સ્પિન પિચનો ઉપયોગ કર્યો અને રવિચંદ્રન અશ્વિન સમાન બોલિંગ એક્શન કરનારા મહેશ પિથિયાનો સામનો કર્યો હતો. બીજી તરફ નાગપુરમાં રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ કરી હતી. ભારતીય હેડ કોચે કહ્યુ કે તેમની ટીમનું વધુ ધ્યાન ફીલ્ડિંગ પર રહ્યું હતું.
મુકુંદ જિયો સિનેમાના આકાશવાણી શોમાં જાણકારોમાંથી એક હતા, જેમણે સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન, સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર અને સીરિઝના પરિણામ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. મુકુંદે જવાબમાં કહ્યુ કે ભારતીય ટીમના પક્ષમાં 3-0થી સીરિઝ રહી શકે છે જ્યારે ઓસ્ટ્રેલિયાનું એક પણ ટેસ્ટ મેચમાં જીતવુ મુશ્કેલ છે.
મુકુંદે કહ્યુ, મારા વિચારથી ભારતના પક્ષમાં 3-0થી સીરિઝ રહેશે. મને નથી લાગતુ કે ઓસ્ટ્રેલિયા એક પણ ટેસ્ટ જીતી શકશે. જો તે ભાગ્યશાળી રહ્યા તો એક ટેસ્ટ જીતવામાં સફળ થશે. મારા વિચારથી સીરિઝ ભારત તરફ 3-0થી રહેશે. સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાના સવાલ પર મુકુંદે સ્ટીવ સ્મિથ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જેમનો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત વિરૂદ્ધ સારો રેકોર્ડ રહ્યો છે.
સીરિઝમાં સૌથી વધુ વિકેટ મામલે મુકુંદે અશ્વિનનું નામ લીધુ હતુ. મુકુંદે કહ્યુ, સ્ટીવ સ્મિથનો ભારત વિરૂદ્ધ સારો રેકોર્ડ છે. મારા વિચારથી તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનશે. આ સિવાય મને ઓસ્ટ્રેલિયામાં કોઇનું નામ નથી લાગતુ. સૌથી વધુ વિકેટ મામલે રવિચંદ્રન અશ્વિન ટોપ પર રહેશે. આવુ એટલા માટે કારણ કે કેટલાક ડાબા હાથના બેટ્સમેન અશ્વિનનો સામનો કરે છે. જાડેજાનો પડકાર મળશે પરંતુ છતા પણ અશ્વિન વિકેટ મામલે સૌથી આગળ રહેશે.
Advertisement