Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > નોકઆઉટ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય, મેથ્યૂ વેડે 3 સિક્સ મારી બાજી પલટી

નોકઆઉટ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય, મેથ્યૂ વેડે 3 સિક્સ મારી બાજી પલટી

0
49

T-20 વલ્ડ કપની આજની ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય થયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પાકિસ્તાને પહેલાં બેટીંગ્ક અરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. તેમની તરફથી મોહમંદ રિઝવાન અને ફખર જમાને ફિફ્ટી ફટકારી હતી. રિઝવાને 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 52 બોલમાં 67 રન બનાવી આઉટ થઇ ગયા હતા. ફખર જમાને 31 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી.

તે 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 32 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યા. આ પહેલાં બાબર આઝમે 34 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કએ 38 રન આપીને 2 વિકેટ લીધી. પૈંટ કમિંસ અને એડમ જમ્પા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

આ મેચ પહેલાં આ મેદાન પર રમાયેલી 11 માંથી 10 મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમો જીતી છે. આંકડામાં પાકિસ્તાનના મુકાબલે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપના નોકઆઉટ મુકાબલામાં ક્યારેય જીતી શક્યું નથી. જોકે એક આંકડો એવો પણ છે કે યૂએઇમાં પાકિસ્તાનની ટીમ ગત 16 ટી20 ઇન્ટરનેશનલ મેચથી અજેય છે.

બાબર આજમના નેતૃત્વવાળી 2009 ની ચેમ્પિયન પાકિસ્તાન હાલની ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ છે જેને અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો નથી. બંને ટીમો ગત વખતની ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ માઇક હસીના શાનદાર પ્રદર્શનના લીધે રોમાંચક મુકાબલામાં જીત નોંધાવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat