Gujarat Exclusive > યુથ > મનોરંજન > VIDEO: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નર બન્યો અમિતાભ બચ્ચન

VIDEO: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નર બન્યો અમિતાભ બચ્ચન

0
114

ડેવિડ વોર્નર પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક્ટિવ રહેતો હોય છે. ત્યારે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ભારતીય ગીતો પર ડાન્સ કરી રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. ફરી એકવાર તેઓએ એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તેઓ અમિતાભ બચ્ચનના ચહેરા પર પોતાનો પણ ચહેરાનું મિશ્રણ કરીને વોર્નરે પોતાના ચહેરા સાથે બચ્ચનના ફિલ્મી પાત્રના ચહેરાનો આભાસ પેદા કર્યો છે.

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે હિન્દી ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતા પહેલા પણ જોઈ ચુક્યા છો. કારણ કે તેના અનેક તેવા ફોટો વીડિયો પણ સામે આવી ચુક્યા છે. જો કે હવે તેણે નાનકડી ક્લીપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે નાનકડા વીડિયો મારફતે પોતાના પ્રશંસકોને પુછે છે કે આ કયા હીરો છે અને કઈ ફિલ્મનું સીન છે. ડેવીડ વોર્નર એક એપ મારફતે અમિતાભ બચ્ચનના ચહેરા પર પોતાનો પણ ચહેરાનું મિશ્રણ કરીને વોર્નરે પોતાના ચહેરા સાથે બચ્ચનના ફિલ્મી પાત્રના ચહેરાનો આભાસ પેદા કર્યો છે. જે જોઈને તેનો અંદાજ પણ ખુબ જ જબરદસ્ત દેખાય છે. વોર્નરે બનાવેલા મિશ્રીત વીડિયો બચ્ચનની ફિલ્મ બદલાનું પાત્ર છે. જે ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે તાપસી પન્નુ લીડ રોલમાં હતી.

વોર્નરની વાત કરીએ તો વોર્નર હાલમાં ભારત સામેની સીરીઝ માટેની તૈયારીઓમાં લાગેલો છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ ત્રણ મેચોની વન ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમાનારી છે. તેના બાદ બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની, બોર્ડર-ગાવાસ્કર સીરીઝ પણ રમાનારી છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસની પ્રથમ શરુઆતી મેચ શુક્રવારે સિડનીમાં રમાનારી છે.