Gujarat Exclusive > દેશ-વિદેશ > આખરે PM CARES ફંડનું થશે ઓડિટ, સ્વતંત્ર ઓડિટરની થઈ નિમણૂંક

આખરે PM CARES ફંડનું થશે ઓડિટ, સ્વતંત્ર ઓડિટરની થઈ નિમણૂંક

0
260

• સરકારે વિપક્ષની મોટી માંગ પૂરી કરી
• PM CARES ફંડને કોર્ટમાં પણ પડકારાયું
• RTIમાં PM CARES ફંડના અનેક પ્રશ્નોના ઉત્તર બાકી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે કોરોના સામે જંગ જીતવા માટે દિવસ-રાત એક કરી રહી છે. જો કે આ દરમિયાન PM CARES ફંડને લઈને વિવાદ વકરતો જોઈ રહ્યો છે, ત્યારે હવે આ ફંડનું પણ ઓડિટ કરવામાં આવશે.

વિપક્ષના આરોપ, વિવાદ અને કોર્ટ કાર્યવાહી બાદ મોદી સરકારે શુક્રવારે PM CARES ફંડની જાણકારી અપડેટ કરવા માટે સ્વતંત્ર ઓડિટરની નિમણૂંક કરી દીધી છે. જ્યારે PMOના બે અધિકારીઓ ફંડનું મેનેજમેન્ટ કરશે.

તાજેતરમાં જ PM CARES ફંડની જાણકારી માટે કોર્ટમાં RTI દાખલ કરવામાં આવી હતી. RTI કાર્યકર્તાઓએ પાર્દર્શિતા પર સવાલ ઉઠાવતા બોમ્બે હાઈકોર્ટ સાથે દિલ્હી હાઈકોર્ટમાં પણ આ ફંડને પડકાર ફેંક્યો હતો. જો કે આ RTIનો હજુ સુધી જવાબ નથી આપવામાં આવ્યો.

જો કે હવે RTI અરજીમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ PM CARES ફંડની વેબસાઈટ પર આપવામાં આવ્યા છે. જે મુજબ આ ફંડ 27-માર્ચે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયું હતુ. જેનું મુખ્ય કાર્યાલાય દક્ષિણ બ્લોકમાં આવેલ પ્રધાનમંત્રી કાર્યાલય દર્શાવાયું છે.

આ પણ વાંચો:  શું આજ છે ‘ગુજરાત મૉડલ’? રાજ્યમાં કોરોના ટેસ્ટની કિંમત મહારાષ્ટ્રથી ડબલ

જણાવી દઈએ કે,  RTI મારફતે PM CARES ફંડ વિશે વિગતો માંગવામાં આવી હતી. જો કે PMO તરફથી PM CARES ફંડ RTI અંતર્ગત ના આવતો હોવાનું જણાવી જાણકારી આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.

PM CARES પહેલેથી જ વિવાદમાં 

શરૂઆતથી જ PM CARES ફંડ વિવાદોમાં સપડાયું છે. PM CARES ફંડ માટે CSR ડોનેશનને મંજૂરી છે, પરંતુ સીએ રાહત ફંડ માટે નથી. આ ઉપરાત અઢી મહિલા બાદ પણ બોર્ડના ટ્રસ્ટીના નામ સામે નથી આવ્યા. પીએમ નેશન રિલીફ ફંડ માટે કોઈ પીએસયુ દાન નથી, જ્યારે PM CARES ફંડ માટે તેની પરવાનગી છે. આ ઉપરાંત વિદેશી ડોનેશન પર પણ પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાને કરી દાનની અપીલ

ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આથી વડાપ્રધાન મોદીએ માર્ચ મહિનામાં કોરોના મહામારી સામે લડવા માટે લોકોને PM CARES ફંડમાં દાન આપવાની અપીલ કરી હતી.

કોરોના કહેર: દિલ્હીમાં 2 હજારથી વધુ નવા કેસ, 24 કલાકમાં 57ના મોત