Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2022: આઇપીએલની 2 નવી ટીમની ઓક્ટોબરમાં હરાજી, મેગા ઓક્શન જાન્યુઆરીમાં કરાવવાની તૈયારી

IPL 2022: આઇપીએલની 2 નવી ટીમની ઓક્ટોબરમાં હરાજી, મેગા ઓક્શન જાન્યુઆરીમાં કરાવવાની તૈયારી

0
22

મુંબઇ: BCCIએ આઇપીએલની 2 નવી ટીમની હરાજીની તૈયારી કરી લીધી છે. 17 ઓક્ટોબરે હરાજી યોજાઇ શકે છે. 2022થી આઇપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમ મેદાનમાં ઉતરશે. જાન્યુઆરીમાં મેગા ઓક્શન યોજાઇ શકે છે. બોપ્ડને 2 નવી ટીમની હરાજીથી 5000થી 6000 કરોડ રૂપિયાની આવક થઇ શકે છે. ટીમના વધવાથી મેચની સંખ્યામાં વધારો થશે. એવામાં બીસીસીઆઇને બ્રોડકાસ્ટિંગથી થતી આવકમાં પણ મોટા નફાની આશા છે.

બીસીસીઆઇએ તમામને મુખ્ય તારીખ વિશે જણાવ્યુ છે. 5 ઓક્ટોબર સુધી ટેન્ડર ડૉક્યૂમેન્ટ ખરીદવામાં આવી શકે છે. 17 ઓક્ટોબરે હરાજી યોજાઇ શકે છે. આ વાતની પણ જાણકારી છે કે ઇ-ઓક્શન નહી થાય. જૂના નિયમ અનુસાર બંધ બોલી પ્રક્રિયાને અપનાવવામાં આવશે. એક ટીમ 2 ખેલાડીઓને રિટેન કરી શકે છે. 2ને રાઇટ ટૂ મેચથી સામેલ કરી શકે છે.

દરેક ટીમે 14થી 18 મેચ રમવી પડી શકે છે

ટીમની સંખ્યા વધતા દરેક ટીમે 14 અથવા 18 લીગ મેચ રમવી પડી શકે છે. દરેક ફ્રેન્ચાઇઝીએ હોમ વેન્યૂ પર 7 અને અવે વેન્યૂ પર પણ 7 મેચ નિશ્ચિત રીતે રમવાની છે. વર્તમાન સમયમાં પણ દરેક ટીમને 7-7 મેચ રમવા મળે છે પરંતુ ટીમના વધવાથી આ દરેક ટીમે 18 મેચ રમવી પડે તો ટૂર્નામેન્ટનો સમય વધી જશે. એવામાં ઇન્ટરનેશનલ કાર્યક્રમ પર પ્રભાવ પડશે. લીગ મેચની સંખ્યા 74 અથવા 94 હોઇ શકે છે. આગામી સિઝનમાં 74 મેચ જ હશે. ટીમને 2 ગ્રુપમાં વહેચવામાં આવશે.

આ પણ વાંચો: 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે

સંજીવ ગોયન્કા ખરીદી શકે છે લખનઉંની ટીમ

આરપીએસજી ગ્રુપના સંજીવ ગોયન્કા લખનઉં ટીમને ખરીદવાની રેસમાં છે. તે પહેલા પણ પૂણે ફ્રેન્ચાઇઝીના માલિક રહી ચુક્યા છે. બે નવી ટીમની વાત કરવામાં આવે તો અમદાવાદ, લખનઉં, ઇન્દોર, કટક, ગુવાહાટી અને ધર્મશાળા ફ્રેન્ચાઇઝી ટીમની રેસમાં છે. લખનઉં અને અમદાવાદને સૌથી આગળ બતાવવામાં આવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat