Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો

તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો

0
43

અમદાવાદ,સરણીયાવાસમાં રહેતા યુવક ને તારી પત્ની સાથે મારે પ્રેમ સંબંધ છે જે થાય તે કરી લે જે તેમ કહીને બે શખ્સો મારઝુડ કરી યુવકના પેટના ભાગે છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે બંન્ને હુમલો કરનાર શખ્સ વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

સરદારનગરના સરણીયાવાસમાં રહેતા પરભુભાઈ સરણીયા તેમના ઘરે હાજર હતા ત્યારે તેમની પાડોશમાં રહેતા આકાશભાઈ અને ભોલાભાઈ બંન્ને દિકરા દિપકને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી દિપક ઘરની બહાર જઈને ગાળો કેમ બોલો છો તેમ કહ્યુ હતુ. દરમિયાન આકાશ કહેવા લાગ્યો કે તારી પત્ની કાજલ સાથે મારે પ્રેમ સંબંધ છે તારાથી થાયે તે કરી લે તેવી ધમકી આપવા લાગ્યો હતો. જેથી દિપકે અંહીથી જતો રહે તેમ કહેતા ભોલાભાઈ અને આકાશ બંન્ને દિપક સાથે ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યા હતા. દરમિયાન ભોલાભાઈએ આકાશને પકડી રાખ્યો હતો ત્યારે દિપકે તેના ખીસ્સામાંથી છરી કાઢીને દિપકના પેટના ભાગે મારી જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. બીજી બાજુ પરભુભાઈ તથા તેમનો પરીવાર ત્યાં આવી પહોંચતા દિપકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં હતા. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat