નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાને લઇને મોદી સરકારની નીતિ પર પ્રહાર કર્યા છે, તેમણે એક લેખ દ્વારા કોવિડ-19 સામે લડવા માટે મોદી સરકારની પોલિસી પર સવાલ ઉભા કર્યા છે અને કહ્યુ કે જો પીએમ મોદીના જન્મદિવસ પર એક કરોડ રસી લાગી શકે છે તો પછી રોજ કેમ નથી લાગી શકતી.
એક અખબારમાં છપાયેલા લેખમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે પ્રથમ લહેર બાદ બીજી લહેર માટે સરકારની તૈયારી નહતી, તેમણે આરોપ લગાવ્યો કે ઓક્સીજન માટે તડપતા દર્દી, અસહાય પરિવારજનોનો દર્દ સરકારે સમજ્યો નથી, તેને ભૂલી શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યુ કે કોરોના વિરૂદ્ધ લડાઇને મોદી સરકાર ઇવેન્ટ મેનેજમેન્ટની તક કેમ સમજે છે?
કોરોના પૉલિસીને લઇને સોનિયા ગાંધીના પ્રહાર
સોનિયા ગાંધીએ નિશાન સાધતા કહ્યુ કે જ્યારે પીએમના જન્મદિવસ પર 1 કરોડ રસી લાગી તો પછી આટલી રસી રોજ કેમ નથી લાગી શકતી? તેમણે કહ્યુ કે હજુ સુધી એક તૃતિયાંશથી પણ ઓછી વસ્તીને રસીના બન્ને ડોઝ લાગ્યા છે. સોનિયા ગાંધીએ બાળકો માટે રસીકરણને લઇને કહ્યુ કે કોઇ યોજના સરકારની નથી. મહત્વપૂર્ણ છે કે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર કોરોના મેનેજમેન્ટને લઇને નિશાન સાધતુ રહ્યુ છે.જોકે, કોરોના મહામારીને ખતમ કરવાની દિશામાં સરકારનું અભિયાન જોર શોરથી ચાલી રહ્યુ છે અને લોકોનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યુ છે.
સતત ઓછુ થઇ રહેલા કોરોનાના નવા કેસ
કોરોનાના નવા કેસમાં કમી આવી રહી છે પરંતુ તેનાથી થઇ રહેલા મોતની ચિંતા વધારીને રાખી દીધી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 903 નવા કેસ સામે આવ્યા છે. કાલે 311 લોકોના મોત થયા હતા, જે બાદ અત્યાર સુધી મૃતકોની સંખ્યા 4 લાખ 59 હજાર 191 થઇ ગઇ છે. જાણો દેશમાં કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિ શું છે.
આ પણ વાંચો: કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 11,903 નવા કેસ સામે આવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 14 હજાર 159 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં આ સમયે સક્રિય કેસની કુલ સંખ્યા 1 લાખ 51 હજાર 209 છે. મોટી વાત આ છે કે 252 દિવસ બાદ એક્ટિવ કેસની આ સંખ્યા સૌથી ઓછી છે. દેશમાં અત્યાર સુધી 3 કરોડ 36 લાખ 97 હજાર 740 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.