Gujarat Exclusive > દેશ-વિદેશ > અલીગઢમાં બજાર બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો, ભીડે ઇટ-પથ્થર ફેકી માર્યા

અલીગઢમાં બજાર બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો, ભીડે ઇટ-પથ્થર ફેકી માર્યા

0
673

અલીગઢ: ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં લોકડાઉન છે ત્યારે અવાર નવાર પોલીસ પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. અલીગઢના ભુજપુરા વિસ્તારમાં પોલીસ ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર પોલીસ આ વિસ્તારમાં બજાર બંધ કરાવવા ગઇ હતી. આ દરમિયાન અહી જમા ભીડ ઉગ્ર બની ગઇ હતી અને ભીડે પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો.

પોલીસ પર હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે લોકોની ભીડ પોલીસ પર અંધાધુધ ઇટ-પથ્થર ફેકી રહી છે. પોલીસ લોકોને પાછળ ખસેડવાનો પ્રયાસ કરી રહી છે.લોકડાઉન દરમિયાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ બજાર ખોલવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી છે પરંતુ નક્કી સમય કરતા વધુ સમય સુધી બજાર ખુલ્લુ રહ્યા બાદ પોલીસ અહી બજાર બંધ કરાવવા પહોચી હતી. પોલીસે અહી શાકભાજી અને અન્ય સામાન વેચી રહેલા દુકાનદારોને દુકાન બંધ કરાવવાનું કહ્યા બાદ વિવાદ થયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક દુકાનદારો સાથે પોલીસનો ઝઘડો પણ થયો હતો અને અચાનક અહી શાકભાજી વગેરે વેચનારાઓની ભીડે પોલીસ પર પથ્થર મારવાનું શરૂ કર્યુ હતું. હુમલા દરમિયાન એક પોલીસ કર્મીના માથા પર પથ્થર લાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ભીડ પોલીસ કર્મીઓને નિશાન બનાવી પથ્થર વરસાવતી રહી હતી. સુચના મળ્યા બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે ભીડને શાંત કરાવી હતી. બજારમાં રહેલા દુકાનદાર પોલીસને ભારે પડતા જોઇ દુકાન છોડીને જતા રહ્યા હતા. પોલીસે સ્થિતિને કાબુમાં કરી લીધી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના લોકડાઉન: મહારાષ્ટ્રમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા સ્પેશ્યલ ટ્રેન ચાલુ કરો, ઉદ્ધવે PMને કરી માંગ