અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં ગતરાત્રે કેટલાક અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. છીપાવાડમાં આવેલ ઈકબાલ હોટલમાં બે લોકો નશાની હાલતમાં ધસી આવ્યા હતા અને હોટલ માલિકને છરી બતાની ધમકી આપી હતી. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેજ થઈ હતી. પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, જમાલપુરના છીપવાડમાં આવેલી ઇકબાલ હોટલમાં ગઈકાલે રાત્રે ચા પીવા આવેલા કેટલાક લુખ્ખાઓ હોટલમાં છરી લઈને હોટલના કાઉન્ટર પર આવ્યા અને હોટલના માલિકને છરી બતાવી ધમકી આપી હોટલના સ્ટાફ પર છરી વડે હુમલો કરી તેમની દહેશત બતાવી હતી. આ સિવાય આ યુવકો નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. આ હુમલા અને દહેશતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ આ હુમલામાં કોઈને જાનહાનિ થઈ નથી.
જો કે, ગઈકાલની ઘટના બાદ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને જમાલપુરમાં લુખ્ખાઓ બેફામ થઈ ગયા હોય તેનું સાફ દેખાઈ રહ્યું છે. હોટલ માલિકને ધમકી આપ્યા બાદ આ લોકો છીપાવાડમાં પોતાની દહેશત જમાવવા માટે છરીઓ લઈ બાઈક પર ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટે ચક્રગતિમાન હાથ ધર્યા છે.