Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > માઉન્ટ આબુ ફરવા ગયેલા ગુજરાતી પર્યટકો પર હુમલો, કુહાડીના ઘા ઝીંકાયા

માઉન્ટ આબુ ફરવા ગયેલા ગુજરાતી પર્યટકો પર હુમલો, કુહાડીના ઘા ઝીંકાયા

0
393

અમદાવાદ: રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક હોટલના સંચાલકો દ્વારા ગુજરાતી પર્યટકોને ફટકારવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં 3 ગુજરાતી પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચતા તેમને આબુરોડ પોલીસે સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના સતલાસણા હામના ભવાનીસિંહ તેમના મિત્રો સાથે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મજા માણવા ગયા હતા. આ દરમિયાર ત્યાંની જય અંબે હોટલના સંચાલકો સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: બરેલીમાં ‘લવ જિહાદ’ના આરોપમાં પ્રથમ FIR, નવા કાયદા હેઠળ ગુનો નોંધાયો

આ બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા હોટલના સંચાલકો ગુજરાતી પર્યટકો પર કુહાડી લઈને તૂટી પડ્યા હતા. ગુંડાગીરી પર ઉતરી આવેલા હોટલ સંચાલકોએ ભવાનીસિંહ અને તેમના મિત્રોને દોડાવી-દોડાવીને ફટકાર્યા હતા. જેમાં ગુજરાતી પર્યટકોના કપડા પણ ફાટી ગયા હતા.

આ બનાવની જાણ થતાં આબુરોડ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Image Caption: પ્રતિકાત્મક ફોટો)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9