Gujarat Exclusive > યુથ > મનોરંજન > ઉડાનની અભિનેત્રી Malvi Malhotra પર જીવલેણ હુમલો, મિત્રે કર્યા ચાકુના ઘા

ઉડાનની અભિનેત્રી Malvi Malhotra પર જીવલેણ હુમલો, મિત્રે કર્યા ચાકુના ઘા

0
160
  • એક તરફી પ્રેમમાં પાગલ જુના મિત્રે જ કર્યો હુમલો
  • સોમવારે રાત્રે માલવીને રોકવાનો પ્રયાસ કર્યો હતો

મુંબઇઃ ઉડાન ફેન અભિનેત્રી માલવી મલ્હોત્રા (Malvi Malhotra) પર મુંબઇમાં જીવલેણ હુમલો થયો. તેને કોકિલાબેન ધીરુભાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સોમવારની રાત્રે માલવીના જુના મિત્રે જ ચાકુથી હુમલો કર્યો હતો.

આ ઘટના અંગે મુંબઇ વર્સોવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. અત્યારે હોસ્પિટલ સૂત્રોનું કહેવું છે કે Malvi Malhotraની સ્થિતિ જોખમની બહાર છે. હુમલાખો યોગેશકુમાર નામનો શખસ પોતાને પ્રોડ્યુસર ગણાવે છે.

Malvi Malhotra

Malvi Malhotra

આ પણ વાંચોઃ CM ઉદ્ધવ પર ફરી વિફરી Kangana: કહ્યું- શરમાવો, તમે આ ખુરશીને લાયક નથી

ફેસબુક પર મિત્રતા થઇ હતી

માલવી (Malvi Malhotra)ની યોગેશ સાથે ફેસબુક પર મિત્રતા થઇ હતી. આરોપીએ એક તરફી પ્રેમમાં આ હુમલો કર્યો હોવાની શંકા છે. જો કે પોલીસે હજુ આ મામલે કંઇ જણાવ્યું નથી. માત્ર એટલી માહિતી આપી છે કે માલવી પર યોગેશે ચાર વખત હુમલો કર્યો હતો.

માલવી (Malvi Malhotra)ની ફરિયાદ મુજબ આરોપી યોગેશ મહિપાલ સિંહ સાથે તેની મિત્રતા બાદ તેની સાથે માત્ર એક વખત કોફી કેફે ડેમાં મળી હતી. પરંતુ સોમવારે રાત્રે તે ઘરની બહાર નીકળી ત્યારે યોગેશ તેની ઓડી કારની બહાર ઊભો હતો. માલવીની રાહ જોઇ રહ્યો હતો.

માલવી જેવી આવી કે યોગેશકુમાર તેની આડે આવી ગયો હતો અને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માલવીએ વિરોધ કર્યો તો, યોગેશે ચાકુથી હુમલો કરી દીધો. તે ચાકુથી 4 વખત મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

માલવી હિમાચલ પ્રદેશની રહેવાસી છે Malvi-Malhotra

Malvi Malhotra Udaan

Malvi Malhotra Udaan

માલવી મલ્હોત્રા (Malvi Malhotra) મૂળે હિમાચલ પ્રદેશની રહેવાસી છે. માલવી ઉડાન ટીવી સીરિયલ ઉપરાંત તેલુગુ ફિલ્મ કુમારી 21 એફ, તમિલ ફિલ્મ નદિક્કુ એન્ડી, હિન્ગી ફિલ્મ હોટલ મિલનમાં કામ કરી ચુકી છે.

આ પણ વાંચોઃ નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથે દિલ્હીમાં લગ્ન કર્યા, વાયરલ થયા વીડિયો