Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજપથ કલબ પાસે જમીનદલાલ પર બોપલના હરિઓમ જ્વેલર્સના માલિકનો હુમલો

રાજપથ કલબ પાસે જમીનદલાલ પર બોપલના હરિઓમ જ્વેલર્સના માલિકનો હુમલો

0
195

અમદાવાદ: રાજપથ કલબ પાસે બોપલના હરિઓમ જ્વેલર્સ અને સગુન સાડી શો-રૂમના માલિક નિતેશ સોની સહીત 7 લોકોએ જમીનદલાલ પર હુમલો કરી નાકમાં ફ્રેક્ચર અને આંખોની આજુબાજુ ગંભીર ઇજાઓ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે સાત લોકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શેલા એપ્લાવુડ વિલામાં રહેતાં નિખિલેશ ભવરલાલ મહેશ્વરી મકરબા ખાતે સિગ્નેચર 1 બિલ્ડીંગમાં શ્રી સત્યમેવ એસ્ટેટ નામે જમીન લે-વેચનો વેપાર કરે છે.

નિખિલેશભાઈ ગુરુવારે રાત્રે 8 વાગ્યે તેમના મિત્ર વિજય ભરવાડ અને રાજુ દેસાઈ સાથે રાજપથ કલબ નજીક ઝેડ બ્લ્યુ શો રૂમ પાસે બેઠા હતા.

આ પણ વાંચો: ‘મ્યાઉ-મ્યાઉ’ અમદાવાદ બન્યું ‘ઉડ્તા પંજાબ’: કોંગ્રેસની કમિશનરને રજૂઆત

તે સમયે બોપલના ભવ્ય પાર્ક પાસે હરિઓમ જ્વેલર્સ અને સગુન સાડીનો શો રુમ ધરાવતો નિતેશ સોની સહીત 8 લોકો આવ્યા હતા.

નિતેશે “તું મારા રૂપિયા ક્યારે અસ્પીશ” તેમ કહેતાં નિખિલેશે મે તમારા પૈસા 2013માં આપી દીધા છે.

આ દરમિયાન એક વ્યક્તિએ મોં પર મુક્કો મારતા નિખિલેશભાઈ નીચે પડી ગયા હતા.

આરોપીઓએ તું પૈસા નહી આપે તો તને મારવાનો છે.

તેમ કહી મોં અને શરીરે આરોપીઓ નિખિલેશને ગડદાપાટુ મારવા લાગ્યા હતા.

વિજય ભરવાડ અને રાજુ દેસાઈએ વચ્ચે પડી નિખિલેશભાઈને છોડાવ્યા હતા.

ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત નિખિલેશને સેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં એક્સ-રે નિખિલેશને મોં અને જડબામાં ફ્રેક્ચર અને બે દાંત તૂટી ગયાનું જોવા મળ્યું હતું.

આરોપીઓએ જતા જતા જાનથી મારવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: મહંમદપુરા સંજય આલોકના “નેમિચાર” ફાર્મ હાઉસમાં નોકરી કરતા યુવકની ક્રૂર હત્યા

બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે આરોપી નિતેશ સોની અને તેના સાગરીતો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.