સાબરમતી જેલથી જાણીતા ખંડણીખોર અતિક અહેમદની લઈને રવાના થયેલી ઉત્તર પ્રદેશ પોલીસ હાલ ઝાંસીથી પ્રયાગરાજ તરફ પ્રયાણ કરશે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી છ પોલીસવાનમાં 45 જેટલા સુરક્ષાકર્મીઓ પણ તહેનાત છે.
Advertisement
Advertisement
આ કાફલો જ્યારે મધ્યપ્રદેશના શિવપુરીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ગાય રસ્તામાં આવી જતાં એક અકસ્માત સર્જાયો હતો. જો કે આ ધટનાની થોડી જ મિનિટો પછી આ ગાડીઓ મધ્યપ્રદેશથી ઝાંસી તરફ જવા રવાના થઈ ગઈ હતી. સૌપ્રથમ અતિકને પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવશે અને ત્યાંથી તેને હાઈકોર્ટમાં રજૂ કરાશે.
અતિક અહેમદ સાથે અનેક રાજકીય લેખાજોખાંની પણ અટકળો થઈ રહી છે. અતિકે એવી પોતાનું એન્કાઉન્ટર થશે એવી આશંકા પણ સેવી હતી જેના પરિણામ સ્વરુપ અતિકની બહેન પણ આ કાફલા સાથે રોડ પર કાર ચલાવતી હોવાનું જણાઈ આવતા પોલીસને મોબાઈલ રેકોર્ડિંગ કરવાની ફરજ પડી હતી.
ક્રાઈમ જગતમાં પહેલીવાર આ પ્રકારે એક માફિયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં 1300 કિલોમીટરનું દિલધડક રિપોર્ટિંગ થઈ રહ્યું છે.
Advertisement