પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને દોષિત ઠેરવ્યો છે. કોર્ટનો આ નિર્ણય 2006માં ઉમેશ પાલના અપહરણના કેસમાં આવ્યો છે.
Advertisement
Advertisement
થોડા દિવસ પહેલા ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ બીએસપી ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. અતીક અહેમદ પર આ હત્યાનો આરોપ હતો.
આ સાથે ઉમેશના અપહરણનો આરોપ પણ અતીક અહેમદ અને તેના સહયોગીઓ પર હતો. અતીકને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવતા કેટલાક વીડિયોમાં લોકો અતીકના મૃત્યુ માટે નારા લગાવતા સાંભળવામાં આવે છે.
અતીકને સુપ્રીમ કોર્ટમાંથી પણ લાગ્યો ઝટકો
સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહેમદની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં સુરક્ષાની માંગ કરી હતી.
મંગળવારે સુપ્રીમ કોર્ટે અતીક અહેમદની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતાવાળી બે જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
અતીક અહેમદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં તેમનો જીવ જોખમમાં છે. ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યો છે.
#WATCH | UP: A man, Varun stands outside Prayagraj MP-MLA Court, carrying a garland of footwear. He says, “If I make Atiq Ahmed wear a garland of footwear, the Pal community and the entire lawyer community will be happy. He killed a member of the lawyer community, they will be… pic.twitter.com/qFQEEqq39B
— ANI (@ANI) March 28, 2023
અતીક અહેમદે પોતાની અરજીમાં માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસને તેમના જીવનની સુરક્ષાને લઈને આદેશ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યનું તંત્ર તેમની કાળજી લેશે.
અતીક અહેમદ ઉત્તર પ્રદેશમાંથી પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂક્યા છે. અતીક અહેમદે પોતાની અરજીમાં કહ્યું હતું કે યુપી પોલીસે અમદાવાદમાં જ આવીને પૂછપરછ કરવી જોઈએ.
Advertisement