Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > શેર બજાર ઉંચાઇ પર, સેન્સેક્સ પ્રથમ વખત 57 હજારને પાર, નિફ્ટીમાં પણ ઉછાળ

શેર બજાર ઉંચાઇ પર, સેન્સેક્સ પ્રથમ વખત 57 હજારને પાર, નિફ્ટીમાં પણ ઉછાળ

0
74

મુંબઇ: ભારતીય શેર બજાર એટલે કે મંગળવાર સવારે રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યુ હતુ. BSE સેન્સેક્સ આજે 106 અંકના ઉછાળ સાથે 56,995.15 પર ખુલ્યુ હતુ. સવારે 9.24 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 235 અંકના ઉછાળ સાથે 57,124.78 સુધી પહોચી ગયુ જે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ સ્તર છે. જોકે, બાદમાં બજાર લાલ નિશાનમાં જતુ રહ્યુ હતુ. બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે.

નિફ્ટી 17 હજારની નજીક

આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 16 અંકની તેજી સાથે 16,947.50 પર ખુલ્યુ હતુ. સવારે નિફ્ટી 64 અંકના ઉછાળ સાથે 16,995.55 સુધી પહોચી ગયો. આઇટી ઇન્ડેક્સમાં 1 ટકાની તેજી આવી. એફએમસીજી અને ફાર્મા શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.

IT શેરમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. ઓગસ્ટમાં 13 ટકાના ઉછાળ સાથે નિફ્ટી IT ઇન્ડેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. TCS,HCL, TECH, L&T, INFOTECH અને COFORGEના શેર ALL TIME HIGH પર પહોચ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat