સુરત માં આપઘાત ના અનેક કિસ્સા ઓ બની રહ્યા છે .. ખાસ કરી ની વિદ્યાર્થીઓ ના આપઘાત ના પણ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે તેવામાં સુરત ના કોસાડ આવસ ખાતે રહેતા ચંદ્રશેખર પાટીલ 12 કોમર્સ મા અભ્યાસ કરતો હતો . . આ આગાઉ તે ટીશર્ટ પેકીંગ ની નોકરી કરતો હતો .. જોકે 12 કોમર્સ ની પરીક્ષા નજીક આવતા તે નોકરી છોડી અભ્યાસ પર ધ્યાન આપવા લાગ્યો હતો .. જોકે શુક્રવાર ની સાંજે ચંદ્રશેખરે પોતાના બેડરૂમ ના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો ..
ઘટના ને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી..આપઘાત પાછળ નું કારણ પરીક્ષા ની ચિંતા હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું છે. મહત્વ નું છે કે યુવા અવસ્થા મા બાળકી ટેનશન ના કારણે નાસિપાત થઈ જતા હોય છે અને ટેનશન મા આવા પગલાં ભરી લેતા હોય છે ત્યારે બાળકો ના વાલીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે ..આ ઘટના ને લઈ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે .. .