Gujarat Exclusive > આપણી જરૂરિયાત > હાશઃ આખરે 22મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને લાગી બ્રેક

હાશઃ આખરે 22મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને લાગી બ્રેક

0
351

છેલ્લા 21 દિવસમાં બંને ઇંધણમાં આશરે 11 -12 રૂપિયાનો વધારો થઇ ગયો

નવી દિલ્હીઃ એક તરફ કોરોના મહામારી અને બીજી બાજુ લોકડાઉનથી પરેશાન નાગરિક પર પડી રહેલો મોંઘવારીનો માર. છેલ્લા 21 દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. તેને પગલે શાકભાજી પણ મોંઘી થવા માંડી છે. જો કે પ્રજા માટે 22મા દિવસે થોડી રાહત થઇ. એટલે ભાવવધારા પર બ્રેક લાગી.ઓઇલ કંપનીઓએ બંને ઇંધણમાં કોઇ ભાવ વધારો કર્યો નહીં. પરંતુ તે સ્થિર રહેશે કે નહીં તે કહેવાશે નહીં.
ત્રણ સપ્તાહમાં બીજી વાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી. છેલ્લા 21 દિવસમાં રાજધાની દિલ્હીમાં ડિઝલ 11.01 રુપિયા અને પેટ્રોલ 9.12 રુપિયા મોંઘા થઇ ગયા. જોકે દરેક રાજ્ય અને શહેર મુજબ તેમાં વેટ અને વેરો ઉમેરાતા ભાવો આશરે 11-12 રૂપિયા વધી ગયા છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ પછી શાકભાજીના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ કોઇ પણ વધારા વિના અનુક્રમે 80.38, 82.05, 87.17 અને 83.59 રુપિયા જળવાઇ રહ્યા છે. જ્યારે ડિઝલમાં ચાર મહાનગરોમાં અનુક્રમે 80.40, 75.52. 78.71 અને 77.61 રૂપિયા સ્થિર રહ્યા.

અગાઉ ગઇ કાલે શનિવારે પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવ દિલ્હીમાં 25 પૈસા, કોલકાતા અને મુંબઇમાં 23 પૈસા, જ્યારે ચેન્નાઇમાં 22 પૈસા વધાર્યા હતા. જ્યારે ડિઝલના ભાવમાં અનુક્રમે 21, 18, 20 અને 17 પૈસાનો લિટરે વધારો કર્યો હતો.