Gujarat Exclusive > દેશ-વિદેશ > US Election 2020: ઝીરો ગ્રેવિટીમાં મહિલા અંતરિક્ષ યાત્રીએ આપ્યો વૉટ

US Election 2020: ઝીરો ગ્રેવિટીમાં મહિલા અંતરિક્ષ યાત્રીએ આપ્યો વૉટ

0
61
  • પૃથ્વીથી અંદાજે 408 કિલોમીટરની ઊંચાઈ પર મતદાન
  • ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી કેટ રુબિન્સે ઈ-મેઈલ મોકલી આપ્યો મત

વૉશિંગ્ટન: અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Election 2020) માટે અંતિમ મતદાન થવાનું બાકી છે. જો કે તેની પહેલા અનેક ઠેકાણે અર્લી વૉટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સ્પેસથી એક અંતરીક્ષ યાત્રી કેટ રુબિન્સે (Astronaut Kate Rubins) પોતાનો વોટ કર્યો છે.

કેટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પોતાનું મતદાન કરી દીધુ છે. અમેરિકન સ્પેસ એજન્સીએ આ વાતની જાણકારી આપી છે. સ્પેશ એજન્સી NASAએ કેટના તરફથી ટ્વીટર આ વાતની જાણકારી આપી છે. કેટે (Astronaut Kate Rubins) પૃથ્વીથી લગભગ 408 કિલોમીટરની ઊંચાઈ પર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બેલેટ થકી મતદાન (US Election 2020) કર્યું છે.

ISSમાં બન્યું પોલિંગ બૂથ
કેટ (Astronaut Kate Rubins) તરફથી NASAએ ટ્વીટર પર લખ્યું છે કે, તેણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પોતાનો મત (US Election 2020) આપી દીધો છે. ટ્વીટ થકી જાણકારી આપવામાં આવી કે, ગત સપ્તાહે ક્રૂ મેમ્બર કેટ રુબિન્સે ISSમાં પોતાની 6 માસની યાત્રા શરૂ કરી છે. NASAએ રુબિન્સનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે ઝીરો ગ્રેવિટી વાળા ISSમાં બનેલ પોલિંગ બૂથમાં જોવા મળી રહી છે.

ઈ-મેઈલથી કરાયું વૉટિંગ
કેટના (Astronaut Kate Rubins) જણાવ્યા પ્રમાણે, હેરિસ કાઉન્ટી સ્થિત ક્લર્કની ઓફિસ તરફથી એક ઈલેક્ટ્રોનિક બેલેટને જનરેટ કરવામાં આવ્યું હતું. આ જગ્યા હ્યુસ્ટન, ટેક્સાસમાં NASAના જૉનસન સ્પેસ સેન્ટરનું હેડ ક્વાર્ટર છે. જેની લિંકને ઈ-મેઈલ મારફતે ISSમાં મોકલવામાં આવી. રુબિન્સે બેલેટને ઈ-મેઈલ ભરીને ફરીથી તેને ક્લર્કની ઓફિસમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહનો ચીનને સખ્ત સંદેશ, કોઈને એક ઈંચ જમીન પણ નહી લેવા દે ભારતીય સેના

ઉલ્લેખનીય છે કે, 2016ની ચૂંટણીમાં પણ કેટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેણે એક વીડિયોમાં કહ્યું હતું કે, અંતરિક્ષથી મતદાન કરવામાં સક્ષમ હોવું એક ગૌરવની વાત છે. 14 ઓક્ટોબરે કેટ રુબિન્સ પોતાના અન્ય બે સાથીઓ સાથે કઝાખસ્તાન સ્થિત બાયકનૌરથી ISS માટે રવાના થઈ હતી.