Gujarat Exclusive > દેશ-વિદેશ > એસ્ટેરોઇડ (સૂક્ષ્મગ્રહ)ની ટક્કરથી પરમાણુ વિસ્ફોટ જેવી તબાહીની આશંકા- નાસાની ચેતવણી

એસ્ટેરોઇડ (સૂક્ષ્મગ્રહ)ની ટક્કરથી પરમાણુ વિસ્ફોટ જેવી તબાહીની આશંકા- નાસાની ચેતવણી

0
41

આગામી વર્ષોમાં ગમે ત્યારે આ સૂક્ષ્મગ્રહ પૃથ્વીને ટકરાવી શકે છેઃ નાસા અને યુરોપીયન એજન્સીનું તારણ

વોશિંગ્ટન/પેરિસઃ વિશ્વ અત્યારે કોરોનાથી પરેશાન છે. ત્યાં અમેરિકી અને યુરોપિયન એજન્સીઓએ ચેતવણી (Asteroid Collision Earth)આપી છે. તેમનું કહેવું છે કે આગામી વર્ષોમાં ગમે ત્યારે Asteroid (સૂક્ષ્મગ્રહ) પૃથ્વીને ટકરાવી પરમાણુ બોમ્બ જેવી તબાહી કરી શકે છે. જેના માટે આ ધરતી તૈયાર નથી.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અને યુરોપિયન એજન્સી ESAએ સૂક્ષ્મગ્રહની ટકકર અંગે પૂર્વાભ્યાસ કર્યા પછી આ ચેતવણી આપી છે. તેમના કહેવા પ્રમાણે પૃથ્વીને બચાવવા અને એસ્ટેરોઇડનો સામનો કરવા માટે આપણને શ્રેષ્ઠ તૈયારીની જરુર છે.

આ પણ વાંચોઃ જુલાઇ મહિના સુધી વેક્સીનની અછત જોવા મળશે- અદાર પૂનાવાલા

26 એપ્રિલે પૂર્વાભ્યાસ બાદ ચેતવણી આપી

અગાઉ 26 એપ્રિલે નાસાની પ્લેનેટરી ડિફેન્સ કોઓર્ડિન્શન ઓફિસએ પૂર્વાભ્યાસ કર્યો હતો. જેમાં જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે જો સૂક્ષ્મગ્રહ પૃથ્વીને ટકરાય તો તેની શું અસર થશે. વિજ્ઞાનીઓએ કહ્યું કે અત્યારે આ ટક્કરની સંભાવના દૂર દૂર સુધી નથી. પરંતુ ભવિષ્યમાં આ ટક્કર ( Asteroid Collision Earth) થઇ શકે છે. આ તારણ આવતા નાસા અને ઇએસએ ધરતીને બચાવવાની તૈયારીમાં લાગી છે.

અભ્યાસ દરમિયાન નાસાના સેન્ટરે એવી કલ્પના કરી કે એક વિશાળ એસ્ટેરોઇડ ધરતી તરફ આગળ વધી રહ્યો છે. તેને 2021માં PDC નામ આપવામાં આવ્યું. જે આશરે 35 મીટર પહોળો અને 700 મીટર લાંબો છે.

અભ્યાસમાં જણાયું કે સૂક્ષ્મગ્રહના ધરતી સાથે ટકરાવવાની 5 ટકા સંભાવના છે. જે યુરોપમાં ગમે ત્યાં થઇ શકે છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે જો ટક્કર થાય તો અંતરિક્ષથી આવતા ઉલ્કાપિંડથી આ ટક્કર શક્તિશાળી પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી હશે.

વિજ્ઞાનીઓ પરમાણુ બોમ્બથી હુમલાની તૈયારીમાં

પૃથ્વી સાથે એસ્ટેરોઇડની ટક્કરની સંભાવના જોતા અમેરિકી વિજ્ઞાની તેના ઉકેલનનો માર્ગ શોધી રહ્યા છે. વિજ્ઞાનીઓ આ એસ્ટેરોઇડેને ધરતીથી દૂર રાખવાના વિકલ્પ શોધી રહ્યા છે. જેમાં તેમનું કહેવું છે કે કેટલાક મામલે પરમાણુ હથિયારના ઉપયોગનો વિકલ્પ બિન પરમાણુ શસ્ત્ર કરતા સારો હશે.

અમેરિકી લોરેમ્સ લિવરમૂર રાષ્ટ્રીય લેબોરેટરીના વિજ્ઞાની આના માટે હવે વાયુસેનાના ટેક્નિકલ નિષ્ણાતોની એક ટીમ સાથે કામ કરી રહ્યા છે. આ ટીમના એક વિજ્ઞાની લાન્સિંગ હોરાને જણાવ્યું કે પરમાણુ વિસ્ફોટ બાદ થતાં ન્યૂટ્રોન રેડિએશનની મદદથી લક્ષ્ય (એસ્ટેરોઇડને દૂર રાખવાનું) પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે એક્સરેની તુલનામાં ન્યૂટ્રોન વધુ અંદર સુધી ઘૂસી શકે છે. Asteroid Collision Earth

આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવા સુપ્રીમ કોર્ટનું લૉકડાઉનનું સૂચન

નાસા મંગળ પર માનવીને મોકલશે

બીજી બાજુ અમેરિકી એજન્સી નાસા મંગળ પર મનુષ્યની મોકલવાની તૈયારીમાં છે. વાસ્તવમાં આના માટે સૌથી મોટી સમસ્યા રોકેટની છે. કારણ કે નાસા પાસે અત્યારે જેટલા પણ રોકેટ છે, તેમને મંગળ સુધી પહોંચતા ઓછામાં ઓછા 7 મહિના લાગે. જો મનુષ્યને અંતરિક્ષમાં આટલી દૂર સુધી મોકલવું હોય તો ઓક્સિજનની અછત થઇ શકે. બીજી ચિંતાની વાત એ છે કે મંગળનું વાતાવરણ મનુષ્યોને રહેવા માટે અનુકુલ નથી. ત્યાંનું તાપમાન એન્ટાર્ટિકા કરતા પણ વધઉ ઠંડુ છે. આવી વાતાવરણમાં ઓકિસજનની અછત સાથે મનુષ્યનું પહોંચવું બહુ જોખમી રહેશે.

તસવીર પ્રતિકાત્મક છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat