Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આસામે પેટ્રોલ-ડીઝલમાં રુ. 5 ઘટાડ્યાઃ દારુમાં 25% એક્સાઇઝ ડ્યૂટી રદ કરી

આસામે પેટ્રોલ-ડીઝલમાં રુ. 5 ઘટાડ્યાઃ દારુમાં 25% એક્સાઇઝ ડ્યૂટી રદ કરી

0
82
  • સરકારો ઇચ્છે તો આસામની રાહે લોકોને સસ્તુ પેટ્રોલ-ડીઝલ આપી શકે
  • દેશમાં ગુજરાતમાં પેટ્રોલ સૌથી સસ્તુ, આસામ બીજુ રાજ્ય બન્યુઃ મંત્રી

ગુવાહાટીઃ સરકાર ઇચ્છે તો લોકોને સસ્તુ પેટ્રોલ-ડીઝલ આપી શકે. આ વાત આસામ સરકારે પેટ્રોલ-ડીઝલ (Assam Petrol Diesel)માં 5 રૂપિયા ઘટાડીને સાબિત કરી દીધી. બજેટ બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો આમ આદમીને કોઇ રાહત આપવા તૈયાર નથી. બંને સરકારો એક બીજાને ખો આપે છે.

જો કે ઘટાડો નાગરિકોને નહીં ચૂંટણીની લીધે થયો

દરમિયાન આસામ સર્બનાનંદ સોનોવાલ (Sarbananda Sonowal)ના નેતૃત્વ હેઠળની ભાજપની ગઠબંધન સરકારે શુક્રવારે પેટ્રોલ-ડીઝલમાં 5 રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરી નાગરિકોને મોટી રાહત આપી. સાથે દારુ (Liquor) ઉપર લદાયેલી 25 ટકા એક્સાઇઝ ડ્યૂટી પણ સરકારે પાછી ખેંચી લીધી. જો કે આ ઘટાડો સામાન્ય પ્રજાને ધ્યાનમાં લઇને નહીં પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાયો છે.

આ પણ વાંંચોઃ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકોઃ 30 અને 25 પૈસા વધાર્યા

ડીઝલનો ભાવ 80 રૂપિયાથી નીચે થયો

પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડાની જાહેરાત કરતા રાજ્યના નાણામંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે હવે આસામ ગુજરાત બાદ દેશનું બીજુ રાજ્ય હશે. જ્યાં સૌથી સસ્તુ પેટ્રોલ મળશે. સાથે શર્માએ જણાવ્યું કે આસામમાં ડીઝલની કિંમત હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમ બાદ સૌથી ઓછી હશે.

નોંધનીય છે કે ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવો ગગડ્યા હોવા છતાં આસામ સરકારે પેટ્રોલ-ડીઝલના ભઆવો વધાર્યા હતા. ત્યારે કહ્યં હતું કે કોરોના બાદ સ્થિતિ સામાન્ય થતા ફરી ભાવોની સમીક્ષા કરાશે.

હવે પેટ્રોલ 84.29 અને ડીઝલ 79.29 રૂપિયાના ભાવે

હાલમાં આસામમાં પેટ્રોલનો ભાવ લીટરે 90.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.29 રૂપિયા છે. ભાવ ઘટાડા બાદ રાજ્યમાં પેટ્રોલ હવે 85.41 રૂપિયા એક લીટર અને ડીઝલ 79.29 રૂપિયાના ભાવે મળશે. નોંધનીય છે કે આ વર્ષે આસામ સહિત 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આસામમાં એપ્રિલમાં મતદાન થશે. ઉપરાંત પશ્ચિમ બંગાળ. તમિલનાડુ, કેરળ અને પુંડુચેરીમાં પણ વિધાનસભા ચૂંટણીની તૈયારી થવા લાગી છે.

આ પણ વાંંચોઃ ટીપે ટીપે સરોવર ભરાય! એક વર્ષમાં પેટ્રોલમાં 18 રૂપિયાનો ભાવવધારો

આસામમાં એપ્રિલમાં વિધાનસભા ચૂંટણીઓ

ભાજપે પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામમાં પણ પોતાની સઘળી તાકાત લગાવી દીધી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે 1 લાખથી ભૂમિવિહોણા લોકોને આવાસ આપવાના સર્ટિફિકેટ આપ્યા હતા. ઉપરાંત આસામને બે હોસ્પિટલની સૌગાદ પણ આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat