Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ક્રાઈમ બ્રાંચના ASIને ટોળાએ ઢોર માર માર્યો, રસ્તા પર ઉભા હોવાથી જવાનું કહેતા લોકો ઉશ્કેરયા

ક્રાઈમ બ્રાંચના ASIને ટોળાએ ઢોર માર માર્યો, રસ્તા પર ઉભા હોવાથી જવાનું કહેતા લોકો ઉશ્કેરયા

0
30

અમદાવાદ: બાપુનગરના અનુપમ કોલોનીના ગેટ પાસે ટોળુ કરીને ઉભા રહેલા શખ્સોને ક્રાઈમ બ્રાંચના એએસઆઈએ ટોળુ વીખરવાનું કહેતા ઉશ્કેરાયેલા ટોળાએ એએસઆઈ સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે દસથી બાર શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ વિક્રમસિંહ ચાવડા રાત્રિના સમય ઘરે જઈ રહ્યા હતા. આ સમયે બાપુનગર જીવરાજ કોલોનીથી નીકળીને અનુપમ કોલોનીના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે પાંચેક કાર રસ્તાને અડચણ રૂપ થાય તે રીતે રોકીને ટોળું ત્યાં ઉભું હતુ. જેથી તેમને સાઈડમાં કરવાનું કહી વિક્રમસિંહે ક્રાઈમ બ્રાંચમાં હોવાની ઓળખ આપી હતી.

જો કે આ ટોળુ અચાનક ઉશ્કેરાયુ અને વિક્રમસિંહ સાથે મારઝુડ કરવા લાગ્યું હતું. બીજી બાજુ વિક્રમસિંહની જ સોસાયટીમાં રહેતા રશ્મિનભાઈએ ત્યાં આવીને તેમને છોડાવ્યા હતા. દરમિયાન આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હોવાથી આ ટોળુ વિખરાઈ ગયુ અને મારનાર લોકો ફરાર થઈ ગયા હતા. જો કે આ મામલો બાપુનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાથી ક્રાઇમના કોન્ટેબલને મારનાર દસથી બાર માણસોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat