નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાત કરી છે, તેમણે કહ્યુ કે હું ક્યારેય કોંગ્રેસ હાઇ કમાનને પડકાર નહી આપુ. જયપુરમાં હાઇ વોલ્ટેજ ડ્રામા પછી ગહેલોતે પ્રથમ વખત સોનિયા ગાંધી સાથે વાત કરી છે. આ વાતચીતમાં ગહેલોતે સ્પષ્ટ કહ્યુ છે કે તેમણે હાઇકમાનનો નિર્ણય મંજૂર હશે.
Advertisement
Advertisement
સૂત્રો અનુસાર, સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઇને અંતિમ નિર્ણય પર પહોચ્યા નથી. તે તેની પર પાર્ટીના સીનિયર નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. સોનિયા ગાંધીએ સીનિયર નેતા એકે એંટનીને પણ સમન્સ મોકલ્યુ છે, તેમણે રાજસ્થાન સંકટ અને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર ચૂંટણી પર વાત થશે.
રાજસ્થાન કોંગ્રેસમાં હલચલ
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર હલચલ જોવા મળી રહી છે. ગાંધી પરિવાર અશોક ગહેલોતને પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં ઉતારવા માંગતો હતો. એવામાં રાજસ્થાનના સીએમની ખુરશીનું શું થશે, આ સવાલ ઉભો થયો હતો. તમામની નજર સચિન પાયલોટ પર હતી પરંતુ ગહેલોત અને પાયલોટના સબંધ પહેલાથી જ બરાબર નથી. એવામાં ગહેલોત ગ્રુપના ધારાસભ્ય સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાનો વિરોધ કરવા લાગ્યા હતા. પાર્ટીના ધારાસભ્યોએ ગહેલોતના સમર્થનમાં રાજીનામું પણ આપ્યુ હતુ.
Advertisement