Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના નવા DGP આશિષ ભાટિયા: શિવાનંદ ઝા રિટાયર્ડ

ગુજરાતના નવા DGP આશિષ ભાટિયા: શિવાનંદ ઝા રિટાયર્ડ

0
361

-DGP શિવાનંદ ઝા વય મર્યાદાના કારણે નિવૃત્ત
-આશિષ ભાટિયા ડિસેમ્બર 2019માં અમદાવાદના ફુલ ફ્લેઝ કમિશનર બન્યા હતા 

ગાંધીનગર: ગુજરાતના નવા DGP તરીકે 1985 બેંચના અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાને DGP બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નવા DGP તરીકે આશિષ ભાટિયાના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: BREAKING: ગુજરાત કેડરના IAS હાર્દિક શાહ બન્યા PM મોદીના અંગત સચિવ

ગુજરાતના નવા DGP તરીકે આખરે આશિષ ભાટિયાની નિમણૂંક કરવામાં આવી છે. 1985 બેંચના અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા મે 2022 સુધી ગુજરાતના ડીજીપી તરીકે પદ પર રહેશે. ગુજરાતના તત્કાલિન DGP શિવાનંદ ઝા 19મે બાદ વય મર્યાદાના કારણે રિટાયર્ડ થયા છે. 1983 બેંચના DGP શિવાનંદ ઝા 28 ફેબ્રુઆરી 2018માં ગુજરાતના DGP બન્યા હતા. એપ્રિલ 2020માં તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે ગુજરાતના DGP શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ હતુ. આજે શુક્રવારે 31મી જુલાઈએ તેમનું ત્રણ મહિનાનું એક્સટેન્શન પુરુ થતા સરકારે તેને રિટાયર્ડ કરી દીધા છે અને તેમની જગ્યાએ નવા ડીજીપી તરીકે 1985 બેંચના અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાની નિમણૂંક કરી છે.

આ પણ વાંચો: ફ્લેશબેકઃ નવાબ બિલ્ડર્સના બાબાખાન, તેના સાગરીતોએ યુવકની હત્યા કરી હતી

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાની રાજ્ય સરકારે ઓક્ટોબર 2019માં અમદાવાદ પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપ્યો હતો. ત્યારબાદ તેમની ડિસેમ્બર 2019માં તેમને અમદાવાદના ફુલ ફ્લેઝ પોલીસ કમિશનર બનાયા હતા. DGP આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશનર ઉપરાંત સુરતમાં પણ પોલીસ કમિશનર રહી ચુક્યા છે. તેઓ સીઆઈડી ક્રાઈમના ડીજી ઉપરાંત એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પણ રહી ચુક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું પગેરુ 19 દિવસમાં ઉકેલી નાંખ્યુ હતું.