Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોવિડ વૅક્સીનનું રિએક્શન: છોટાઉદેપુરમાં રસી લીધા બાદ બે આશાવર્કરોની તબીયત લથડી

ગુજરાતમાં કોવિડ વૅક્સીનનું રિએક્શન: છોટાઉદેપુરમાં રસી લીધા બાદ બે આશાવર્કરોની તબીયત લથડી

0
176

છોટા ઉદેપુર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં શનિવારે કોરોના વાઈરસના ખાતમા માટે વૅક્સીનેશનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પ્રથમ દિવસે 13,274 સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ફ્રન્ટ લાઈન વર્કર્સને વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવી. જો કે પહેલાથી જ કોરોના વૅક્સીનને (Covid Vaccine) લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં હતા કે, તે સુરક્ષિત છે કે કેમ; તેની સાઈડ ઈફેક્ટ કંઈ હશે? 24 કલાક વીત્યા બાદ હવે વૅક્સીન (Corona Vaccine) લેનારા લોકો ફરિયાદ કરી રહ્યાં છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં વેક્સીન લીધા બાદ બે આશાવર્કર બહેનોની તબીયત લથડી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ PHC સેન્ટર ખાતે વૅક્સીન લીધા બાદ એક આશાવર્કરને રિએક્શન આવતા ગભરામણ થઈને ચક્કર આવ્યા હતા. આથી તેમને બોટલ ચડાવવામાં આવી હતી. જે બાદ તેઓ સ્વસ્થ થઈ જતાં સાંજે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આવી જ રીતે બોડેલી તાલુકાના સુર્યાઘોડા વૅક્સીનેશન સેન્ટરમાં પણ એક આશા વર્કર બહેનને પેટમાં દુખાવા અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો:  દેશના વિવિધ ભાગોથી SOU પહોંચવું બન્યું સરળ, જાણો કેવડીયાને જોડતી ટ્રેનનું કેટલું હશે ભાડુ?

જણાવી દઈએ કે, વૅક્સીનેશનના પ્રથમ તબક્કા માટે છોટા ઉદેપુર જિલ્લામાં 3 સેન્ટર્સ પર 64 ફ્રન્ટલાઈન વર્કર્સે વૅક્સીન મૂકાવી હતી. જેમાં સુસ્કાર PHC ખાતે 19, સૂર્યાઘોડા PHCમાં 15 અને પાલસંડા PHC ખાતે સૌથી વધુ 30 લોકોને વૅક્સીન આપવામાં આવી હતી.

તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓને વૅક્સીન આપ્યા બાદ અડધો કલાક સુધી મેડિકલ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન બે આશા વર્કરોનને રિએક્શન આવ્યુ હતું. જો કે સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપી દેવાઈ હતી.

 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9