જયપુર: AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રાજસ્થાનમાં પણ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે રાજસ્થાનના ઝુંઝુનૂં પહોચ્યા હતા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યુ કે કોંગ્રેસને કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ઓવૈસી ઝુંઝૂનું જિલ્લાના નવલગઢ કસ્બાના બકરા મંડી વિસ્તારમાં સામાન્ય સભાને સંબોધિત કરી રહ્યા હતા, તેમણે કહ્યુ કે જે સમાજ પાસે રાજકીય તાકાત હશે તે સમાજ સાથે ન્યાય થશે. ઓવૈસીએ કહ્યુ કે મુસ્લિમોને કારણે મોદી બે વખત દેશના પીએમ નથઈ બન્યા પણ કોંગ્રેસને કારણે તે બે વખત દેશના વડાપ્રધાન બન્યા છે, તેમના રાજ્યના પ્રવાસમાં કોંગ્રેસ આટલુ કેમ ડરે છે.
Advertisement
Advertisement
ઓવૈસીએ કહ્યુ કે કરૌલીમાં રમખાણ થયુ પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નથી ગયા. રાજ્યમાં સૌથી વધુ મોંઘવારી છે, તેમણે કહ્યુ કે તે બતાવી દેવા માંગે છે કે ભાજપ જો આગળ વધી રહી છે તો તે કોંગ્રેસના સહયોગથી, માટે આપણે ત્રીજી તાકાતને ઓળખવી પડશે.
AIMIMના પ્રમુખે કહ્યુ કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી સર્કસનું દ્રશ્ય રજૂ કરી રહી છે. મુખ્યમંત્રીના સલાહકાર અને ધારાસભ્યનું કહેવું છે કે રાજસ્થાનમાં માત્ર બે જ નારા લગાવી શકાય છે. એક રાજીવ ગાંધીનો અને બીજો અશોક ગહેલોતનો. જો રાજ્યમાં ગહેલોત મુર્દાબાદ બોલવુ ગુનો હશે તો હું બોલીશ, અશોક ગહેલોત મુર્દાબાદ. જ્યારે ઉભા થઇને મોદી મુર્દાબાદ બોલી શકો છો તો ગહેલોત મુર્દાબાદ પણ બોલી શકો છો.
ઓવૈસીએ કહ્યુ કે રાજસ્થાન ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કબડ્ડી મેચ ચાલી રહી છે. પાંચ વર્ષ તમે, પાંચ વર્ષ અમે. તેમણે કહ્યું કે જો લોકો સહકાર આપશે તો તેઓ તેમની નૂરા-કુસ્તી તોડી નાખશે અને રાજ્યમાં ત્રીજી શક્તિ તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યું કે તાજેતરમાં ગોવામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં બન્યું હતું. ઓવૈસી આવું નથી કરી રહ્યા. રાહુલ ગાંધી પોતે અમેઠીમાં ચૂંટણી હારી ગયા. ત્યાં પણ ઓવૈસીના ઉમેદવાર નહોતા. પરંતુ માત્ર આ પવન ફૂંકાયો છે કે ઓવૈસી મત કાપવા આવ્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાન દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે કારણ કે તેમાં સૌથી વધુ મોંઘવારી છે.
Advertisement