Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અસદ્દુદીન ઓવૈસી ફરી એકવાર ગુજરાત પ્રવાસે, 23 ફેબ્રુઆરીએ મોડાસા અને ગોધરાની મુલાકાત લઈ શકે

અસદ્દુદીન ઓવૈસી ફરી એકવાર ગુજરાત પ્રવાસે, 23 ફેબ્રુઆરીએ મોડાસા અને ગોધરાની મુલાકાત લઈ શકે

0
107

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં યોજવનાર નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે AIMIM અધ્યક્ષ અસદદુદિન ઓવેસી 23મી ફેબ્રુઆરીના રોજ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઓવેસી 23મી ફેબ્રુઆરીના રોજ મોડાસા અને ગોધરામાં જનસભામાં ભાગ લઈ શકે છે. ચૂંટણીમાં પ્રચાર – પ્રસાર માટે મોડાસા અને ગોધરાની મુલાકાત લઈ શકે. AIMIM મોડાસા અને ગોધરાની કેટલીક બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 23મી ફેબ્રુઆરીએ ઓવેસી ફરીવાર અમદાવાદ આવશે કે કેમ એ હજી સ્પષ્ટ નથી.

નોંધનીય છે કે AIMIMના ઈમ્તિયાઝ જલીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ પાછલા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રચાર – પ્રસાર કરી રહ્યાં છે. AIMIM અમદાવાદ મહાનગરપાલિકા માટે 6 વોર્ડમાંથી 21 ઉમેદવારોને ટીકીટ આપી છે.

AIMIMના અધ્યક્ષ અસદદુદિન ઓવેસીએ 7મી ફેબ્રુઆરીના રોજ રિવર ફ્રન્ટ ખાતેની જનસભામાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના મામા – ભાણેજ છે. નોંધનીય છે કે કોંગ્રેસે AIMIM પર BJPની બી-ટીમ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઓવેસીએ કહ્યું હતું કે 2002ના કોમી તોફાનો દરમિયાન હૈદરાબાદથી 25 ડોક્ટરોને લઈને અમદાવાદની શાહઆલમ દરગાહમાં ચાલતા રિલીફ કેમ્પમાં મદદ માટે હાજરી આપી હતી.

નોંધનીય છે કે ઓવેસીની AIMIM પાર્ટી ગુજરાતમાં અમદાવાદ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય સબીર કાબલીવાલાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ઓવેસીની મુલાકાત પહેલા ઓરંગાબાદના સાંસદ – ઈમ્તિયાઝ જલીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા – વારીશ પઠાણે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat