Gujarat Exclusive > દેશ-વિદેશ > ડ્રગ્સ કેસ: આર્યન ખાને વધુ 6 દિવસ જેલમાં રહેવુ પડશે, જામીન અરજી પર 20 ઓક્ટોબરે નિર્ણય

ડ્રગ્સ કેસ: આર્યન ખાને વધુ 6 દિવસ જેલમાં રહેવુ પડશે, જામીન અરજી પર 20 ઓક્ટોબરે નિર્ણય

0
74

મુંબઇ: મુંબઇની વિશેષ કોર્ટમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર ગુરૂવારે કોર્ટમાં સુનાવણી થઇ હતી.
આર્યન ખાનના વકીલોનો તર્ક સાંભળ્યા બાદ કોર્ટે આર્યન ખાનની જામીન અરજીને ફરી એક વખત ટાળી નાખી છે. હવે આ મામલે સુનાવણી 20 ઓક્ટોબરે યોજાશે.

આગામી સુનાવણી સુધી આર્યન ખાનને જેલમાં જ રહેવુ પડશે. વકીલ અમિત દેસાઇએ સુનાવણી દરમિયાન કહ્યુ કે જે મને જાણકારી મળી છે, તેના અનુસાર ફોનમાં કોઇ રેવ પાર્ટીનો ઉલ્લેખ નથી. જોઇન્ટ પોસેશન પર આજે ચર્ચા કરવાની નથી. હું નથી માનતો કે આ જોઇન્ટ પોસેશન છે, પરંતુ છતા પણ હું માની લઉં છું. જો આવુ પણ છે તો આ ટ્રાયલનો મુદ્દો છે. આર્યન ઘણા વર્ષ સુધી વિદેશમાં હતો, જ્યા કેટલીક વસ્તુ લીગલ છે. એમ પણ બની શકે કે ત્યા લોકો કઇ બીજી વસ્તુની વાત કરી રહ્યા છે, જેમાં આર્યન પણ સામેલ છે. મને નથી ખબર કે શું વાત થઇ છે પરંતુ કોર્ટે આ બધુ યાદ રાખવુ જોઇએ. તમે ષડયંત્રની સંભાવના કહેતા જામીનનો વિરોધ નથી કરી શકતા.

મહત્વપૂર્ણ છે કે એનસીબીએ રેડ બાદ 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી. તે મુંબઇમાં આર્થર રોડ જેલમાં બંધ છે, તેણે ગત અઠવાડિયે જામીન માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગયો હતો, જેમણે કહ્યુ હતુ કે તેની પાસે જામીન અરજી પર વિચાર કરવાનો કોઇ અધિકાર નથી, કારણ કે આ મામલે વિશેષ કોર્ટ સુનાવણી કરશે. તે બાદ આર્યને વિશેષ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat