Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અરવિંદકુમારે શપથ લીધાં

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અરવિંદકુમારે શપથ લીધાં

0
30

ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલા ન્યાયાધીશ અરવિંદ કુમારને આજે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની સુપ્રિમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક થતાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની જગ્યા ખાલી પડી હતી. જેથી હાલ તે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે આર.એમ. છાયા હવાલો સંભાળતા હતા.

આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસીંહ ચૈહાણ, ગુહ રાજયમંત્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર રાજયમંત્રી બ્રિજેશ પટેલ, નર્મદા, જળ, સંપત્તિ અને મત્સ્યોદ્યોગ રાજયમંત્રી જીતુભાઇ ચૈધરી સહિતના રાજયમંત્રી પરિષદના સભ્યો, ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય સચિવ, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, સચિવો સહિત અન્ય મહાનુભાવો, રાજય સરકારના તથા ગુજરાત હાઇકોર્ટના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat