સુરત: સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે.
સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી
સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી. સુરતમાં ભાજપ પછી આમ આદમી પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. સુરતમાં કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નહતી. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ ટ્વીટ કરી આભાર માન્યો હતો.
नई राजनीति की शुरुआत करने के लिए गुजरात के लोगों को दिल से बधाई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 23, 2021
સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમીપાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ફોન કરીને શુભેચ્છા આપી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 17માં આપની પેનલની જીત થઇ હતી. આ સિવાય વોર્ડ નંબર-2માં પણ આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી હતી. વોર્ડ નંબર 2,3,4,5,16 અને 17માં આમ આદમી પાર્ટીની આખી પેનલ તો વોર્ડ 7માં બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. આ રીતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી, કેજરીવાલે કહ્યુ- નવી રાજનીતિની શરૂઆત
સુરત મહાનગરપાલિકામાં 120 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 93 જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી. પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો.