Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોદી-શાહના ગૃહરાજ્ય પર કેજરીવાલની નજર, ગુજરાતીમાં ટ્વીટ કરીને માંગ્યો મોકો

મોદી-શાહના ગૃહરાજ્ય પર કેજરીવાલની નજર, ગુજરાતીમાં ટ્વીટ કરીને માંગ્યો મોકો

0
64

અમદાવાદ: દિલ્હીમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટી હવે ગુજરાતના રાજકારણમાં પણ સક્રિય બની છે. આ માટે AAPએ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણ લડવા જઈ રહી છે, ત્યારે આપના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  ટ્વીટ કરીને ગુજરાતના લોકો પાસે આમ આદમી પાર્ટીને તક આપવા કહ્યું છે. Kejriwal Tweet

કેજરીવાલે ગુજરાતીમાં કર્યું ટ્વીટ Kejriwal Tweet
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતમાં કરેલા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “એક મોકો AAPને, પછી જુઓ ગુજરાતને”.

એટલે આમ આદમી પાર્ટીએ એક તક આપો અને ગુજરાતને જુઓ.

 

આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે.

પાર્ટીનું કહેવું છે કે, છેલ્લા 25 વર્ષોથી ગુજરાતમાં ભાજપ સત્તામાં રહી છે, પરંતુ લોકો સુધી હજુ પ્રાથમિક સુવિધા પહોંચી નથી શકી.

દેશ અને ગુજરાતના લોકો જોઈ રહ્યાં છે કે, છેલ્લા 6 વર્ષોમાં દિલ્હીમાં કેવી રીતે કામ થયું છે? મને આશા છે કે, ગુજરાતના લોકો અમને ચોક્કસ તક આપશે. અમે ગુજરાતમાં પણ દિલ્હી મોડલની જેમ કામ કરીશું. દિલ્હીમાં અમે મફત વીજળી અને પાણી લોકોને પહોંચાડી રહ્યાં છીએ.

સ્કૂલોમાં સુધારો કરી રહ્યા છીએ. Kejriwal Tweet

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, આગામી સમયમાં 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડશે. આ રાજ્યો છે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાત. કેજરીવાલે (Arvind Kejriwal) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લોકો AAPને પ્રેમ કરી રહ્યાં છે અને સૌ કોઈ જાણે છે દિલ્હીમાં વીજળી અને પાણી ફ્રીમાં મળે છે. Kejriwal Tweet

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat