અમદાવાદ: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં હવે કામની રાજનીતિની શરૂઆત થઈ છે. કેજરીવાલે ગુજરાતમીમાં કહ્યું – ‘ગુજરાતના લોકોને અમારા દિલથી ખૂબ ખૂબ આભાર’. AAP In Gujarat Politics
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પ્રજાએ આમ આદમી પાર્ટીને સુરત મહાનગર પાલિકામાં પ્રમુખ વિપક્ષના સ્વરૂપમાં જવાબદારી સોંપી છે, તેના સંદર્ભમાં હું આપને ખાતરી આપવા માંગુ છું કે અમારો એક-એક ઉમેદવાર પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવશે. તેમણે વધુમાં કહ્યું ગુજરાતે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આ શરૂઆત ઈમાનદાર રાજનીતિ , કામની રાજનીતિ, સારા સ્ફુલોની રાજનીતિ, સારા હોસ્પિટલ અને સસ્તી વીજળીની રાજનીતિ છે. AAP In Gujarat Politics
આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં જ કોંગ્રેસનો સફાયો, શું હજુ પણ પાર્ટી હાર્દિક પટેલને સાવચશે? AAP In Gujarat Politics
ગુજરાતના લોકો સાથે મળીને આપણે બધા ગુજરાતને નિખારશું. કેજરીવાલે કહ્યું કે હું 26મી ફેબ્રુઆરીના રોજ તમારાથી મળવા માટે અને વ્યક્તિગતરૂપે તમારો આભાર માનવા માટે હું ગુજરાત આવી રહ્યો છું. તો સુરતમાં મળીએ. ગુજરાતના લોકોને અમારો દિલથી ખૂબ ખૂબ આભાર. AAP In Gujarat Politics
આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું ગુજરાત હવે કર્મના રાજકારણને આવકારવા તૈયાર છે. નોંધનીય છે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર સફળતા મળી છે.