Gujarat Exclusive > રાજનીતિ > અરવિંદ કેજરીવાલે PM મોદીને આપ્યુ શપથગ્રહણ સમારંભનું આમંત્રણ

અરવિંદ કેજરીવાલે PM મોદીને આપ્યુ શપથગ્રહણ સમારંભનું આમંત્રણ

0
708

દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. દરેકની નજર આ વાત પર હતી કે શું અરવિંદ કેજરીવાલ પીએમ મોદીને આમંત્રણ આપશે. આ ચર્ચાઓ પર હવે બ્રેક લાગી ગઇ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યુ છે.

અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને દિલ્હી ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા. હું આશા કરૂ છું કે દિલ્હીની જનતાની અપેક્ષાઓને તે પુરી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્વીટ બાદ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીનો આભાર માન્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘તમારો આભાર સર.હું કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા માટે ઇચ્છુક છું. અમે દિલ્હીને વિશ્વસ્તરીય શહેર બનાવવાની દિશા પર કામ કરીશું.’ મહત્વપૂર્ણ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠક પોતાના નામે કરી હતી અને સરકાર બનાવવાનો મજબૂત દાવો રજૂ કર્યો હતો.

અનામત મામલે નીતિન પટેલે હાથ ખંખેર્યા, કહ્યું- સીએમ રૂપાણી યોગ્ય નિર્ણય લેશે