દાહોદ: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. દાહોદમાં કોલેજમાં એક જાહેર સભાને સંબોધતા કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર પાંચ પાક પર MSP આપવાની જાહેરાત કરી હતી.
Advertisement
Advertisement
ગુજરાતમાં સરકાર બનવા પર MSP આપવાની કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનવા પર ઘઉં, ચાવલ, ચણા સહિતના પાંચ પાક પર MSP આપવાની જાહેરાત કરી હતી જ્યારે 12 કલાક ખેડૂતોને વીજળી આપવાની પણ જાહેરાત કરી હતી.
કેજરીવાલે રોજગાર આપવાનો દાવો કર્યો
અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધન કરતા કહ્યુ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ફેબ્રુઆરીથી સરકારી ભરતી શરૂ કરવામાં આવશે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ 80% સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવશે.
શિક્ષણને લઇને કેજરીવાલનું વચન
દિલ્હીનું શિક્ષણ મોડલ અમે ગુજરાતમાં પણ લાગુ કરીશુ. ખાનગી શાળાઓની ફી અંગેની મનમાની બંધ કરાવીશું. સરકારી શાળામાં જ એવો શિક્ષણ આપીશું કે લોકો ખાનગી સ્કૂલ ભૂલી જશે.
આ પણ વાંચો: ભાગલા પાડો અને રાજ કરો! શું ગુજરાતમાં વિકાસ નહીં ધર્મના નામે લડાશે ચૂંટણી?
અયોધ્યાની મફત યાત્રા કરાવીશુ
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર ટ્રેનમાં અયોધ્યાની મફત યાત્રા કરાવીશુ. દિલ્હીમાં આ યાત્રા ચાલુ છે. કેજરીવાલે વધુમાં કહ્યુ કે, ગુજરાતમાં ગૌ માતાની રક્ષા માટે પ્રતિ ગાય 40 રૂપિયા આપવામાં આવશે.
કેજરીવાલનો વિરોધ કેમ?
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, મને ઘણા લોકો ગાળો બોલે છે કે કેજરીવાલ ફ્રીની રેવડી વહેચે છે. દેશમાં આપણા બાળકોને મફત શિક્ષણ મળવુ જોઇએ, મફત સારવાર મળવી જોઇએ, ફ્રી વીજળી મળવી જોઇએ. આ લોકો કેમ વિરોધ કરે છે.
ગુજરાતમાં આજે ભાજપવાળાઓને ઉંઘ નહી આવે
દાહોદમાં એક લાખ કરતા વધુ લોકો આવી રહ્યા છે. આખા ગુજરાતમાં બદલાવની આંધી ચાલે છે. આઇબીનો રિપોર્ટ આવ્યો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસની સિક્રેટ મીટિંગ થઇ રહી છે. સર્વેમાં કોંગ્રેસની 10 બેઠક આવી રહી છે. આ 10 પણ ભાજપમાં જોડાઇ જશે. તમામ વોટ કોંગ્રેસના આમ આદમી પાર્ટીને મળવા જોઇએ.
Advertisement