અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર નજીક ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સેના દ્વારા જણાવાયું હતું કે ગુરુવારે સવારે 9.15ની આસપાસ ચિત્તા હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
Advertisement
Advertisement
આ દુર્ઘટના બાદ ચાલક દળમાં સામેલ લેફ્ટનન્ટ કર્નલ અને તેમના કો-પાયલોટ એવા એક મેજર કથિતરૂપે લાપતા છે. તેમની શોધખોળ માટે લશ્કર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આહેલિકોપ્ટર ઉડ્ડયન શરૂ કર્યાના થોડા સમય પછી બોમડિલા શહેરના પશ્ચિમ મંડલા પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સેનાએ જણાવ્યું કે આ હેલિકોપ્ટર તેના નિયમિત ઉડ્ડયન પર હતું અને હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી.
ગયા વર્ષે પણ તવાંગ જિલ્લામાં લશ્કરનું એક ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં લશ્કરના એક લેફ્ટનન્ટ કર્નલનું મૃત્યુ થયું હતું, જ્યારે કો-પાયલોટને ગંભીર ઈજા થઈ હતી.
Advertisement