Gujarat Exclusive > દેશ-વિદેશ > અરુણાચલ પ્રદેશમાંથી 5 ભારતીયોના ગુમ થવા પાછળ ચીન પર શંકા કેમ?

અરુણાચલ પ્રદેશમાંથી 5 ભારતીયોના ગુમ થવા પાછળ ચીન પર શંકા કેમ?

0
128
  • કોણ છે અરુણાચલ પ્રદેશમાંથી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયો?

  • ચીની સેના દ્વારા પકડવામાં આવેલા 5 ભારતીયોને છોડાવવા અત્યાર સુધી શું થયું?

નવી દિલ્હી: ચીન (China)ની સાથે લદ્દાખ સરહદ (Ladakh LAC) પર છેલ્લા કેટલાક મહિનાઓથી તનાવની સ્થિતિ યથાવત છે. ચીનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના (Indian Army)ના જવાનો સરહદ પર તૈનાત છે. માત્ર લદ્દાખ નહી, પરંતુ ચીન સાથે સંકળાયેલી તમામ સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ દરમિયાન અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ની સરહદ પર એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. અહીં આરોપ છે કે, ચીની સેના PLAએ બોર્ડર પરથી 5 ભારતીયોને પકડી પાડ્યા છે. જે બાદ હવે તેમને છોડી નથી રહી. ભારતીય સેના તરફથી ચીનને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?
જ્યારે દેશમાં સૌ કોઈની નજરો ચીન સાથે સંકળાયેલી લદ્દાખ સરહદ પર મંડરાયેલી હતી. આવા સમયે અરુણાચલ પ્રદેશની સરહદ નજીકથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અરૂણાચલ પ્રદેશથી કોંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ ઈરિંગે દાવો કર્યો છે કે, ચીની સેના PLAએ 5 ભારતીય યુવકોનું અપહરણ કર્યું છે.

તેમણે દાવો કર્યો છે કે, અમારા અહીંના કેટલાક યુવકો માછલી પકડવા ગયા, તો ચીની સેનાએ તેમને પકડી પાડ્યા હતા. આથી સાબિત થાય છે કે, ચીની સેના માત્ર લદ્દાખ જ નહી, પરંતુ અરુણાચલ પ્રદેશમાં પણ LAC સુધી આવી ગઈ છે.

કોણ છે ગુમ થનારા ભારતીયો?
કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફેસબુક પોસ્ટ શેર કરી છે. જેમાં આ પાંચ લોકોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. પ્રકાશ રિંગલિંગ દ્વારા લખવામાં આવેલી આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે,

“મારો ભાઈ પ્રસાદ રિંગલિંગ S/O તાકો રિંગલિંગ અને નાચો સર્કલના 4 અન્ય યુવકોનું ચીની સેના દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ચીની સેનાએ તેમને સીરા-7 (ભારત-ચીન સરહદ)થી પકડ્યાં છે. એવામાં હું રાજ્ય સરકાર અને સેનાને અપીલ કરુ છું કે, તેઓ કાર્યવાહી કરે અને અમારા યુવકોને પરત લાવી આપે.”

 


કોંગ્રેસ નેતાએ આ પોસ્ટની ટ્વીટ કરતા ભારત સરકાર પાસે મદદ માંગી છે. આ સાથે જ વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી રાજ્યના મુખ્યમંત્રી વગેરેને પોસ્ટમાં ટૈગ કર્યાં છે. આ પોસ્ટમાં જે લોકોના નામ આપવામાં આવ્યા છે. તે પ્રમાણે અપહ્યત થનારા લોકોમાં તાનુ બાકર, પ્રસાદ રિંગલિંગ, નગારુ ડિરી, ડોંગતુ ઈબિયા અને તોચ સિંગકામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: UP Election: કોંગ્રેસે કમિટીઓની કરી રચના, અનેક મોટા ચહેરા ચૂંટણી ટીમમાંથી બહાર

શું કહે છે સ્થાનિક પોલીસ?
જે વિસ્તારના આ યુવકો છે, ત્યાંના SP તારુ ગુસ્સારનું કહેવું છે કે, ફેસબુક પોસ્ટ સામે આવ્યા બાદ અમે શોધખોળ આદરી છે. જો કે સત્તાવાર આવી કોઈ ફરિયાદ નથી મળી. અમે લોકો હવે યુવકના પરિવાર અને બોર્ડર પર સેનાને આ વિશે જાણ કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ચીની સેનાએ એક ભારતીય યુવકને ઝડપી પાડ્યો હતો, પરંતુ પાછળથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

શું છે ભારત સરકારનો જવાબ?
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ પણ અરુણાચલ પ્રદેશથી આવે છે. એવામાં તેમણે આ મામલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતે ચીન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. સરહદ પર સેનાએ હૉટલાઈન મારફતે પણ આ વાત સામે રાખી છે. હાલ ભારત ચીનના જવાબની રાહ જોઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, લદ્દાખની જેમ જ અરુણાચલ પ્રદેશમાં પણ ભારત-ચીનની સરહદ નક્કી નથી. એવામાં અહીં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યાં સેનાઓ એકબીજાના સરહદી વિસ્તારોમાં ઘુસણખોરી કરે છે.

જો કે કેટલાક વિસ્તારોને નૌ મેન્સ લેન્ડ છે. જો કે આસપાસના ગામડાઓ નજીક હોવાના કારણે ગ્રામજનો પોતાના પશુઓને ચરાવતા-ચરાવતા ભટકી જાય છે. એક તરફ લદ્દાખમાં જ્યાં ચીન ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યું છે. એવામાં સ્પષ્ટ છે કે, તે લદ્દાખમાંથી ધ્યાન ભટકાવવા માટે અરુણાચલ પ્રદેશમાં આ પ્રકારની હરકતો કરી શકે છે.