આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે AIનો ધીમે-ધીમે વપરાશ વધી રહ્યો છે. હાલમાં જ ChatGPTની ઘણી ચર્ચાઓ થઇ રહી છે જેને ગૂગલનો વિકલ્પ પણ માનવામાં આવી રહ્યો છે. એવું નથી કે AI જ માત્ર ફ્યુચર ટેકનોલોજી છે, AIની આગળ હજું વિશ્વ ઘણું બાકી છે. આવનારા સમયમાં AIથી વધારે કેટલીય ટેકનોલોજી આપણને જોવા મળશે.
Advertisement
Advertisement
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે AIનો ઉપયોગ ઘણી ઝડપથી વધી રહ્યો છે ત્યારે ઘણા ક્ષેત્રોમાં તેના ઉપયોગથી કામ સરળ થઇ ગયું છે. એવું કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી કે આવનારા સમયમાં તેની ડિમાંડમાં વધારો થશે અને તેના ઘણા અપગ્રેડેડ સીસ્ટમને આપણે ઉપયોગમાં લઈશું.
જો કે વર્ષ 2023માં ઘણી બધી બીજી ટેકનોલોજીનો પણ વિકાસ થશે. તેનાથી યુઝર્સનો અનુભવ પણ બદલાશે. અહિયાં એવી ટેકનોલોજીની વાત કરવાની છે જે તમારી દુનિયા બદલી શકશે.
આવનારા દિવસોમાં માત્ર AI ન નહી પરંતુ બીજી ટેક્નોલોજી પણ અગત્યની ભૂમિકા ભજવશે. નવો G પણ ભવિષ્ય બદલવાની તાકાત રાખે છે. ભારતમાં 5G લોન્ચ થઈ ગયું છે, પણ હાલ તેનો વપરાશ લીમીટેડ યુઝર્સ જ કરી શકે છે. જેમ-જેમ 5Gનો વપરાશ વધશે તેમ તેમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoTનું ચલણ પણ વધશે.
ઈન્ટરનેટ હવે માત્ર મોબાઈલ અને કોમ્પ્યુટર પુરતું સીમિત રહ્યું નથી તે અન્ય ઘણા ડિવાઈસ સુધી પહોચી ગયું છે. IoTની મદદથી સ્માર્ટ સીટી, રોબોટ સંચાલિત ખેતી અને સેલ્ફ-ડ્રાઈવીંગ હાઇવે સીસ્ટમનું ડેવલપમેન્ટ પણ સરળતાથી થઇ શકશે. આ બંનેની મદદથી બીઝનેસને પણ આગળ વધારવામાં તે મદદરૂપ થશે. રીઅલ ડેટા શેરીંગથી પણ ઘણું બદલાઈ જશે.
હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરફેસથી પહેરી શકાય તેવા ડીવાઈસ અને ટેકનોલોજીમાં મદદ થશે. જેનું ઉત્તમ ઉદાહરણ સ્માર્ટ વોચ અને ફિટનેસ ટ્રેકર છે. જે સરળતાથી પહેરી શકાય છે અને તે માહિતી પણ પ્રોવાઇડ કરે છે. પણ આ આટલેથી સીમિત ન રહેતા શુઝ અને કપડામાં પણ હ્યુમન કોમ્પ્યુટરનો ઉપયોગ થશે. ટેકનોલોજીની એક ખાસિયત એ છે કે તે જેટલી એડવાન્સ થતી જાય છે તેટલું તેનું કદ નાનું થતું જાય છે. આના લીધે આવનારા સમયમાં હ્યુમન-ઇન્ટરફેસની મદદથી સ્માર્ટ ગ્લાસ, સ્માર્ટ કોન્ટેકટ લેન્સથી રિપ્લેસ થઈ શકે છે અને સ્માર્ટ લેન્સને સ્માર્ટ આઈ ઈમ્પ્લાન્ટ રિપ્લેસ કરી શકશે.
આ લિસ્ટમાં ગયા વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહેવાવાળી ક્રીપ્ટો કરન્સીનું નામ નથી. પરંતુ જે ટેકનોલોજી પર એ આધારિત છે તેને ઇગ્નોર કરી શકાય નહિ. બ્લોક ચેઈન ડી-સેન્ટ્રલાઈઝ હોવાના લીધે કોઈપણ એક કાયમી લોકેશન પર સ્ટોર કરવું મુશ્કેલ છે. આના કારણે રેકોર્ડ નષ્ટ થવાની કે ટેમ્પર થવાની સંભાવના રહેતી નથી. આવનારા સમયમાં ઓર્ગેનાઈઝેશન તેનો ઉપયોગ ડેટા સ્ટોરેજ માટે કરશે. એનો ફાયદો એ થશે કે તે ડેટાને કોઈપણ રીતે ડીલીટ કરી શકાશે નહી કે હેક પણ થઈ શકશે નહિ. આનો ઉપયોગ હોસ્પિટલ અને સ્ટોરમાં હેલ્થ રેકોર્ડ સ્ટોર કરવા માટે થશે. આનો ઉપયોગ ઓનલાઈન વોટીંગ પ્લેટફોર્મ તરીકે પણ થઇ શકશે. સાયબર સિક્યોરીટીમાં પણ આ એપ્લીકેશનનો ઉપયોગ થઈ શકશે.
વર્ચ્યુઅલ રિઆલિટી, ઓગમેન્ટેડ રિઆલિટી અને મિક્સ્ડ રિઆલિટીનું શોર્ટ વર્ઝન એક્સ્ટેન્ડેડ રિઆલિટી એટલે કે XR છે. આ ટેકનોલોજીથી સૌથી વધારે ઈમરસિવ ડીજીટલ અનુભવ યુઝર્સને મળશે. આનો ઉપયોગ બ્રાંડ એન્ગેજમેન્ટને બુસ્ટ કરશે. XRટેક્નોલોજીથી લોકોને નવી દુનિયા જોવાનો અનુભવ મળશે. આનો ઉપયોગ ધીમે-ધીમે વધી રહ્યો છે. મોબાઈલ બેઝ્ડ એઆર એક્સપીરીઅન્સ પોકેમોન ગો એપની લોકપ્રિયતાથી એનો અંદાજ આવી શકે છે. મેટાવર્સમાં પણ XRનો ઉપયોગ વર્ચુઅલ દુનિયાને સૌથી વધારે એક્સ્પ્લોર કરવાની તક આપશે.
3D પ્રિન્ટીંગને એડીટીવ મેન્યુફેક્ચરીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કોઈપણ 3D ઓબ્જેક્ટનું ડીજીટલ ફાઈલથી લેયર બનાવવું, આ AIના મુકાબલે હાલ થોડું લો-ટેક લાગી શકે છે પણ તેમાં ભવિષ્યને બદલવાની તાકાત છે, આ મેન્યુફેકચરીંગ અને બીજી ઇન્ડસ્ટ્રીને પૂરી રીતે ટ્રાન્સફોર્મ કરી શકે છે.
Advertisement