Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ત્રણ દાયકા જૂની મોદીની તસવીર, કલમ 370 વિરુદ્ધનો જુસ્સો દેખાતો હતો

ત્રણ દાયકા જૂની મોદીની તસવીર, કલમ 370 વિરુદ્ધનો જુસ્સો દેખાતો હતો

0
236
  • કલમ સામે આજના PMનો સંઘર્ષ 90ના દાયકાથી હતો
  • 1992માં મોદી મુરલી મનોહર જોશી સાથે યાત્રા પર હતા

નવી દિલ્હીઃ મોદી સરકાર અને ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં સૌથી મહત્વનો દાવો એક વર્ષ પહેલાં પૂર્ણ કરતા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસીક નિર્ણય લીધો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને હટાવીને મોદી સરકારે તમામ અટકળો, અફવાઓ પર વિરામ લગાવી દીધો હતો.આ ઐતિહાસિક નિર્ણય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંઘર્ષ આજનો નહીં પણ આશરે ત્રણ દાયકા જૂનો છે.

કેન્દ્ર સરકાના નિર્ણયની સાથે નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઇ હતી. જેમાં કલમ-370 હટાવવાનો જુસ્સો યુવાન મોદીના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ આવે છે.
આ તસવીર ક્યારની છે, તે તો સ્પષ્ટ નથી છતાં 1992ની હોય તેવું મોટાભાગે લાગે છે. કારણ કે ત્યારે યુવા મોદી ભાજપના સીનિયર નેતા મુરલી મનોહર જોશીની સાથે એકતા યાત્રા પર હતા. 11 ડિસેમ્બર 1991માં શરુ થયેલી આ યાત્રામાં મુરલી મનોહર જોશીએ 1992માં કાશ્મીરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તે સમયે મોદી તેમની સાથે ઊભા હતા.

Modi-murli joshi Photo

આ પણ વાંચોઃ Article 370થી આઝાદીના એક વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસે વેગ પકડ્યો ખરો?

આ નિર્ણય બાદ હવે પીએમ મોદીના બીજેપી સંગઠનમાં કામ કરતા દાયકા જૂની તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે કલમ 370 હટાવવા માટે સંઘર્ષ અને આંદોલન કરતા નજરે પડી રહ્યાં છે. તસવીરમાં પીએમ મોદી જ્યા બેઠેલા નજરે પડે છે તેની પાછળ જે બેનર દેખાઇ રહ્યું છે જેમાં સ્પષ્ટ લખેલુ છે તે 370 હટાઓ આતંકવાદ મિટાઓ અને દેશ બચાવો.

હવે મોદી સરકારે આ કલમને હટાવવાનો જે નિર્ણય લીધો છે તે તેમની આ રાજ્યને દેશ સાથો જોડવાની દાયકા જૂની પ્રતિબદ્ધતાને બતાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Article 370: જ્યારે ગૌતમ ગંભીરે શાહીદ આફ્રિદીની બોલતી કરી હતી બંધ

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કર્યો હતો. આ સંકલ્પમાં તેમણે કહ્યું કે બંધારણની કલમ 370ના તમામ ખંડ જમ્મુ કાશ્મીરમાં લાગુ નહી થાય. અમિત શાહ રાજ્યસભામાં કહ્યું, ‘મહોદય, હું સંકલ્પ પ્રસ્તૃત કરૂ છુ કે આ સદન કલમ 370 (3)ના અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર નિમ્ન લિખિત અધિસૂચનાઓની ભલામણ કરૂ છું.’

ગૃહમંત્રી અમિત શાહે એલાન કરતા કહ્યું બંધારણની કસમ 370 (3)ના અંતર્ગત ભારતના બંધારણની કલમ 370 ખંડ 1 સાથે પઠિત કલમ 370ના ખંડ 3 દ્વારા શક્તિઓનો પ્રયોગ કરતા રાષ્ટ્રપતિ સંસદની ભલામણો પર આ જાહેરાત કરીએ છીએ કે જે દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સહી કરવામાં આવશે અને તેને સરકારી ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવશે તે દિવસે કલમ 37-ના તમામ ખંડ લાગુ નહી થાય.

આ પણ વાંચોઃ આર્ટીકલ 370થી આઝાદીને વર્ષ પૂર્ણ, જાણો 1 વર્ષમાં કેટલું બદલાયું જમ્મુ-કાશ્મીર?