ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની એક અદાલતે આઠ વર્ષ જૂના બળાત્કારના કેસમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં દૂધી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય રામદુલાર પર બળાત્કારનો આરોપ છે.
Advertisement
Advertisement
સોનભદ્રના એડિશનલ સેશન્સ જજ રાહુલ મિશ્રાએ ગુરુવારે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ કેસમાં રામદુલરને કોર્ટમાં હાજર થવા માટે અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે MLA રામદુલરની ધરપકડ કરીને 23 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવે.
આ કેસમાં સરકારી વકીલ સત્ય પ્રકાશ ત્રિપાઠીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે 4 નવેમ્બર, 2014ના રોજ મ્યોરપુર વિસ્તારના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે રામદુલારે તેની બહેનને ધમકી આપીને કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. તપાસ બાદ પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
સત્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું કે આ મામલામાં કોર્ટે તેમને ઘણી વખત કોર્ટમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા પરંતુ તેઓ સ્વાસ્થ્યનું કારણ આપીને આવ્યા ન હતા.
Advertisement