Gujarat Exclusive > દેશ-વિદેશ > નરેન્દ્ર ગિરિ મોત કેસમાં તેમના શિષ્ય અને અન્ય બે પૂજારીઓની ધરપકડ

નરેન્દ્ર ગિરિ મોત કેસમાં તેમના શિષ્ય અને અન્ય બે પૂજારીઓની ધરપકડ

0
94

નિરંજની અખાડાના મહંત અને અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતના મામલે પોલીસે તેમના શિષ્ય યોગગુરૂ આનંદ ગિરી, ‘લેટે બડે હનુમાન’ મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેમના દીકરા સંદીપ તિવારીની ધરપકડ કરી દીધી છે.

આ ત્રણેય પર મહંત નરેન્દ્ર ગિરિને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. આનંદ ગિરીની હરિદ્વારથી પોલીસ અને એસઓજીએ ધરપકડ કરી છે. રાતમાં જ તેમને પકડીને પોલીસ ઉત્તર પ્રદેશ માટે રવાના થઈ ગઈ છે.

બીજી તરફ, હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેમના દીકરા સંદિપ તિવારીની મોડી રાત્રે પોલીસે પૂછપરછ બાદ ધરપકડ કરી છે. પોલીસ મહંત નરેન્દ્ર ગિરીના મોતને આત્મહત્યા માનીને ચાલી રહી છે. તેમના રુમમાંથી મળેલી સુસાઇડ નોટના આધાર પર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat