Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેડિયો જોકીનો નંબર સાર્વજનિક કરી પરેશાન કરનાર યુવકની ધરપકડ

રેડિયો જોકીનો નંબર સાર્વજનિક કરી પરેશાન કરનાર યુવકની ધરપકડ

0
232

અમદાવાદ: સાયબર સેલએ રેડિયો જોકી નિશીતાનો નંબર સાર્વજનિક કરનાર યુવકને ઝડપી લીધો છે. યુવકની પ્રાથમિક તપાસમાં નિશીતા સાથે પોતે મિત્રતા કરવા ઇચ્છતો હતો. જોકે રેડિયો જોકીએ નંબર બ્લોક કરતા પોતે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

નવસારીના વેરાવળ ખાતે તળિયા મહોલ્લામાં રહેતાં જીગરકુમાર જ્યંતીભાઈ પટેલની સાયબર સેલે ધરપકડ કરી હતી. જીગરની પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે, ફેસબૂક પ્રોફાઈલમાં ચેટિંગ કરતાં તેણે ભોગ બન્નાર નિશીતાનો નંબર મળ્યો હતો. જે નંબર ટ્રુકોલરમાં ચેક કરતા છોકરીના નામે હોવાની જાણ થઈ હતી. જીગરે ભોગ બનનાર સાથે મિત્રતા કરવા માટે વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો. જોકે ભોગ બનનારે જીગરનો નંબર બ્લોક કર્યો હતો. આથી જીગરે ફેક ઈન્સ્ટાગ્રામ આઇડીઓ બનાવી તેના પર આર જે નિશીતાનો નંબર અપલોડ કરી યુઝર્સને આ નંબર પર કોલ કરવા મેસેજો કર્યા હતા.

અલ્પેશ ઠાકોરનો CM રૂપાણીને લખ્યો પત્ર

સમગ્ર દેશમાં અને રાજ્યમાં ચારે બાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ મહામારીમાં અત્યાર સુધીમાં કુલ 3 વાર લોકડાઉન આવી ચૂક્યું. જેમાં હવે અંતિમ તબક્કામાં લોકડાઉન 4.0 શરૂ થયું છે. જેમાં મોટા ભાગનાં રાજ્યોમાં જરુરિયાત અનુસાર અને આવશ્યક સેવાઓ અને ઉદ્યોગ ધંધાઓને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ હવે લોકડાઉનનાં ચોથા તબક્કામાં ઘણી ખરી છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે.

લૉકડાઉનમાં ખુલ્લેઆમ લૂંટ, પાનના ગલ્લામાં સીગારેટ-તમાકુના ભાવ હજુ પણ બમણા