ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય સંરક્ષણ દળો માટે રૂ. 70,000 કરોડમાં વિવિધ હથિયાર પ્રણાલી ખરીદવાની મંજૂરી આપી છે.
Advertisement
Advertisement
રક્ષા મંત્રાલયના અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંરક્ષણ મંત્રાલય રાજનાથ સિંહે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં ભારતીય નૌકાદળ માટે 60 મેડ ઈન ઈન્ડિયા યુટિલિટી હેલિકોપ્ટર અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ભારતીય સેના માટે 307 ATAGS હોવિત્ઝર્સ, ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 9 ALH ધ્રુવ હેલિકોપ્ટરની ખરીદી કરાશે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સોદામાં ભારતીય નૌકાદળને HAL પાસેથી 60 UH મેરીટાઇમ હેલિકોપ્ટર ખરીદવા માટે રૂ. 32,000 કરોડના મેગા ઓર્ડરનો સમાવેશ થાય છે. આ સિવાય સંરક્ષણ અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળ માટે 56,000 કરોડ રૂપિયાની બ્રહ્મોસ મિસાઈલ, શક્તિ EW સિસ્ટમ અને યુટિલિટી હેલિકોપ્ટર-મરીનની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. તેને SU-30 MKI એરક્રાફ્ટ સાથે જોડવામાં આવશે.
Advertisement