Gujarat Exclusive > યુથ > મનોરંજન > રિયાના ભાઈ પછી બોલિવૂડ સ્ટારની ગર્લફ્રેન્ડનો ભાઈ એનસીબીના સકંજામાં

રિયાના ભાઈ પછી બોલિવૂડ સ્ટારની ગર્લફ્રેન્ડનો ભાઈ એનસીબીના સકંજામાં

0
133

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સના એન્ગલ નીકળ્યા પછી એક પછી એક ફિલ્મી હસ્તીઓ ઝપેટમાં આવી રહી છે. તેમા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ થયા બધા વધુ એક બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડની (Arjun rampal girlfriend’s brother in drugs case) એનસીબીએ ધરપકડ કરી છે.

એનસીબીએ બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલની વિદેશી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સના ભાઈ એગિસિયાલોસ ડેમેટ્રિએડ્સને એનસીબી દ્વારા પકડવામાં આવ્યો છે. આના પગલે અર્જુન રામપાલને પણ લોકો સવાલો કરવા લાગ્યા છે. એગિસિયાલોસની ધરપકડ પછી અર્જુન રામપાલનું નામ ડ્રગ્સ કેસમાં જોરશોરથી ઉછળી રહ્યુ છે.

એનસીબીની ટીમે સુશાંતસિંહ રાજપૂતના (Arjun rampal girlfriend’s brother in drugs case) કેસમાં ડ્રગ્સના એન્ગલને વધારે ઘેરો બનાવતા એગિસિયાલોસની લોનાવાલાના એક રિસોર્ટમાંથી ધરપકડ કરી હતી. એનસીબીના અધિકારીના જણાવ્યા મુજબ એગિસિયાલોસ પાસેથી તે જેના દ્વારા ચરસ ઉપયોગમાં લેતો હતો તે કાળા રંગની સ્ટિક મળી હતી. આ ઉપરાંત એગિસિયાલોસના ખાર સ્થિત ઘરમાંથી સર્ચ દરમિયાન એલ્પ્રાલોજમ ટેબ્લેટ્સ પણ મળી આવી હતી.

આ પણ વાંચોઃ પંજાબઃ કેન્દ્રના ખેડૂત કાયદા વિરુદ્ધ બિલ લાવી Capt. Amarinderનો બળવો

આ ઉપરાંત એગિસિયાલોસ ડેમેટ્રિએડ્સના કોલ રેકોર્ડથી (Arjun rampal girlfriend’s brother in drugs case) જાણવા મળ્યું છે કે તે સુશાંતસિંહ રાજપૂત કેસમાં ધરપકડ થયેલા લોકોના સંપર્કમાં હતો. એનસીબીના અધિકારીએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે એગિસિયાલોસ કેટલાય પ્રકારના ડ્રગ્સનું વેચાણ કરતો હતો. આ સિવાય તેના મોબાઇલની ચકાસણી કરતા તે પણ જાણવા મળ્યું કે તે દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાના સંપર્કમાં હતો, આ બંનેની રિયા અને શૌવિક સાથે લિંક હતી.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના કેસે મોટો રાજકીય રંગ (Arjun rampal girlfriend’s brother in drugs case) પકડ્યો હતો. તેને લઈને બિહારના જદયુ અને મહારાષ્ટ્રના શિવસેનાના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. બંને રાજ્યોની પોલીસ પણ એકબીજા સામે આવી ગઈ હતી. આ ઉપરાંત કંગના રાણાવતે બોલિવૂડના નેપોટિઝમની વાત સતત ચલાવ્યા કરી હતી, તેને લઈને પણ બોલિવૂડમાં ભાગલા પડી ગયા હતા. તેમા મોટાભાગના નવાંગતુકોએ કંગનાને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચોઃ જીવીત રહું કે ના રહું, કલમ 370 માટેની લડાઈ ચાલુ રહેશે- ફારૂક અબ્દુલ્લા

કંગના પહેલેથી જ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની (Arjun rampal girlfriend’s brother in drugs case) થિયરીનો વિરોધ કરતી આવી હતી, તેનું કહેવું હતું કે જે માણસે તેના જીવનના એકદમ કપરા કાળમાં આત્મહત્યા ન કરી તો હવે તો એવી કોઈપણ પ્રકારની સ્થિતિ નથી કે તે આત્મહત્યા કરી શકે. આ સિવાય તેણે સુશાંતને માનસિક તકલીફ હોવાની વાત નકારી કાઢતા જણાવ્યું હતું કે કોઈપણ મનોવૈજ્ઞાનિકને કન્સલ્ટન્ટ કરવાનો અર્થ તેવો થતો નથી કે તે વ્યક્તિને માનસિક સમસ્યા છે. આ ઉપરાંત તેણે બોલિવૂડના કેટલાય લોકો ડ્રગ્સ લેતા હોવાનું પણ કહ્યુ હતુ. તેમા ખાસ કરીને દીપિકા પર તેણે તીવ્ર કટાક્ષ કર્યા હતા. ડ્રગ્સ ચેટમાં દીપિકાનું પણ નામ ખૂલ્યુ હતુ અને એનસીબીએ તેની ચાર કલાક પૂછપરછ કરી હતી.