Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાજપ સરકારે 7 વર્ષમાં ગૃહિણીઓના ઘરના બજેટમાં ધાડ પાડવાનું કામ કર્યુ છે: અર્જુન મોઢવાડિયા

ભાજપ સરકારે 7 વર્ષમાં ગૃહિણીઓના ઘરના બજેટમાં ધાડ પાડવાનું કામ કર્યુ છે: અર્જુન મોઢવાડિયા

0
94
  • ખેત ઉત્પાદનોના ભાવ નથી વધ્યા, જ્યારે મોંઘવારીમાં બમણો વધારો- અર્જુન મોઢવાડિયા
  • સરકાર લોકોની બચત તો ઠીક પણ મુખનો કોળીયો પણ છીનવી રહી છે- અર્જુન મોઢવાડિયા

આ અંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે એક બાજુ 7 વર્ષમાં ખેત ઉત્પાદનના ભાવમાં કોઈ વધારો થયો નથી. જ્યારે બીજી બાજુ 2014માં કપાસીયા તેલ(ડબ્બો) ₹1040 માં મળતો હતો. જેના ભાવ વધીને અત્યારે ₹2600 સુધી પહોંચી ગયા છે. સિંગતેલ (ડબ્બો) જે 2014માં ₹1370 માં મળતો હતો, તેના ભાવ અત્યારે વધીને ₹2800 સુધી પહોંચી ગયા છે.

LPG સિલેન્ડરના ભાવ 2014 માં ₹410 હતા, જે 7 વર્ષમાં વધારીને ₹834 કરી દેવાયા છે. અમૂલ ગોલ્ડ એક લિટર દૂધના ભાવ 2014 માં ₹42 હતા જે વધારીને અત્યારે ₹58 કરી દેવાયા છે. 2014 માં એક કિલો કઠોળના સરેરાશ ભાવ ₹60 થી 80 હતા, જે વધારીને ₹140 થી 180 કરી દેવાયા છે.

ઉપરાંત શાકભાજી સહિતની અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને છે. પરિણામે 2014માં મધ્યમ વર્ગના પરિવારની ગૃહિણો માસિક સરેરાશ ₹15,000 ખર્ચમાં ઘર ચલાવતી હતી. જે માટે 2021 માં ₹25,000 ખર્ચ કરવો પડી રહ્યો છે. પરિવારોની આવક વધવાની જગ્યાએ ઘટી છે અથવા છીનવાઈ ગઈ છે. ત્યારે મોંઘવારીમાંથી લોકોને રાહત આપવાની જગ્યાએ લૂંટેરી સરકાર ધાડપાડુ બનીને લોકોની બચત ઠીક મુખનો કોળીયો પણ છીનવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat