Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > BREAKING:પ્રસિદ્ધ ફૂટબોલર ડિયાગો મારાડોનાનું નિધન

BREAKING:પ્રસિદ્ધ ફૂટબોલર ડિયાગો મારાડોનાનું નિધન

0
131

બે સપ્તાહ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા લીધી હતી

આર્જન્ટિનાના એક સમયના દિગ્ગજ ફૂટબોલર ડિયાગો મારાડોનાનું બુધવારે નિધન થઇ ગયુ. તેઓ લાંબા સમયથી બીમાર હતા. મીડિયાના અહેવાલ મુજબ તેમનું મૃત્યુ હાર્ટએટેકને કારણે થયું. તેમણે 60 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. બે સપ્તાહ પહેલાં જ તેમણે હોસ્પિટલમાંથી રજા લીધી હતી. ત્યારે તેમને બ્રેન સર્જરી માટે દાખલ કરાયા હતા.

સિટી સ્કેનમાં તેમના બ્રેનમાં બ્લડ ક્લોટ (લોહીનો ગઠ્ઠો જામી જવો)ની વાત સામે આવી હતી. થોડા દિવસ પહેલાં જ તેમનું કોરોના ટેસ્ટ પણ કરાયો હતો. જે નેગેટિવ આવ્યો હતો

મરાડોનાની ગણના વિશ્વના મહાન ફુટબોલરોમાં થાય છે. તેમણે 1986માં આર્જેન્ટિનાનાને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મારાડોનાને ફુટબોલર જગતના બીજા પેલે તરીકે પણ ઓળખવામાં આવતું હતું.