Gujarat Exclusive > ગુજરાત > અરવલ્લી દારૂકાંડમાં મોટો ઘટસ્ફોટ: LCB PI આરકે પરમાર સહિત 3 પોલીસ કર્મી સામે ફરિયાદ

અરવલ્લી દારૂકાંડમાં મોટો ઘટસ્ફોટ: LCB PI આરકે પરમાર સહિત 3 પોલીસ કર્મી સામે ફરિયાદ

0
74

મોડાસા: અરવલ્લી દારૂકાંડ મામલે એસપીએ કાર્યવાહી કરતા LCB PI આરકે પરમાર સહિત 3 પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. LCB ઓફિસમાંથી પણ વિદેશી દારૂ મળતા આ ફરિયાદ નોંધવામાં આવી છે. LCB ઓફિસની તિજોરી તેમજ અન્ય ત્રણ જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હતો. સાત પેટી જેટલો દારૂ ટાઉન પોલીસે જપ્ત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ગઇકાલે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબક્યા બાદ ભાંડો ફૂટ્યો હતો. દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની અરવલ્લી પોલીસના ઇતિહાસની સૌથી શરમજનક ઘટના સામે આવી હતી.

અરવલ્લીના શામળાજી હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ખાડામાં પડ્યા બાદ એસપી ઓફિસ પાછળથી જ દારૂની ખેપ થતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે અરવલ્લી એસપીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. અરવલ્લી પોલીસે દારૂ ભરેલુ આઇસર પકડ્યુ હતું, જેને મોડાસામાં એસપી ઓફિસના પાછળના ભાગમાં પાર્ક કરવામાં આવ્યુ હતું. જોકે, આઇસરમાંથી દારૂની કેટલીક પેટીઓ એસેન્ટ કારમાં નાખીને શામળાજી તરફ લઇ જવામાં આવતી હતી. આ મામલે જાગૃત નાગરિકને જાણ થતા કારનો પીછો કર્યો હતો. કાર ચાલકને પોતાની કારનો પીછો થતો હોવાની જાણ થતા તેને પોતાની કાર ભગાવી હતી. આ દરમિયાન શામળાજી હાઇવે ઉપર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઇવે ઉપર વળાંક આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે કાર ખાડામાં ખાબકી હતી.

આ પણ વાંચો: સુરત: ભાજપ ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો ફોટો વાયરલ, રાજકારણ ગરમાયું

પકડાઇ જવાના ડરથી કારમાં સવાર બે લોકો ત્યાથી કાર મુકીને ભાગી ગયા હતા. આ અંગે જાગૃત નાગરીકે સ્થાનિક પોલીસ, એસપી ઓફિસ સહિતના અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કારની ડેકીમાં અને પાછળની સીટમાં દારૂની આશરે 10 પેટીઓ મળી હતી. અરવલ્લી એસપી સંજય ખરાતે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ પોલીસે દોડતી થઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat